ચૂંટણી તંત્રના અંદાજીત આકડા મુજબ જિલ્લામાં અંદાજીત 62.79 ટકા સરેરાશ મતદાન નોધાયું છે. જોકે ગત લોકસભા ચૂંટણીમાં આ મતદાન આંક 65.66 ટકા કરતા પણ વધુ હતું જે જોતા ગત વર્ષ કરતા 2.87 ટકા જેટલુ મતદાન ટકા ઘટાડો થવાનો અંદાજ છે વિધાનસભા બેઠક મુજબ જોઈએ તો મોરબી માળિયા વિધાન સભા બેઠકમાં 2019માં 63.26 ટકા મતદાન થયું હતું આ વખતે ઘટીને 58.28 ટકાનો ઘટાડો નોધાયો છે ટંકારા પડધરી બેઠકની વાત કરીએ તો 2019ની લોકસભા ચૂંટણીમાં 67.64 ટકા મતદાન હતું તે આ વખતે 65.28 ટકા રહ્યું છે આ જ પ્રકારે વાંકાનેર બેઠકની વાત કરીએ તો 2019 માં 66.09 ટકા મતદાન હતું તે ઘટીને 64.67 ટકા થયું છે આમ જીલ્લાની ત્રણેય વિધાન સભા બેઠકમાં 1ક્રમશ 4.98 ટકા 2.36 ટકા તેમજ 1.52 ટકાનો ઘટાડો નોધાયો છે.
મોરબી જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધીમાં થયેલા મતદાનની સ્થિતિ જોઈએ તો ત્રણેય બેઠકમાં કુલ 830 701 મતદારો નોધાયા હતા જેમાંથી બુથ સુધી 5 21 630 મતદારો પહોચ્યા હતા અને તેના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો વિધાનસભા મુજબ જોઈએ મોરબી માળિયા વિધાનસભા બેઠકમાંનોધાયેલ 290 787 મતદારમાંથી 169 414 મતદારોએ તેના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તો ટંકારા બેઠકમાં 252 355માંથી 166 240 મતદારો બુથ સુધી પહોચ્યા હતા તો વાંકાનેરમાં પણ 287 559 માંથી 185976 મતદારોએ તેની જવાબદારી નિભાવી હતી
મોરબી જિલ્લાની ત્રણેય બેઠકમાં મતદાન ઘટાડા પાછળ માત્ર આકરી ગરમી જવાબદાર છે કે મતદારોમાં મતદાનને લઇ નારાજગી જવાબદાર છે તે પણ એક સવાલ છે આટલા ઓછા મતદાન ના કારણે રાજકીય પક્ષના ઉમેદવારની હાર જીતના માર્જીન માં મોટા પાયે ફેરફાર થવાની પુરેપરી શક્યતા સેવાઈ રહી છે જેના કારણે ઉમેદવારોની ઊંઘ ઉડી જાય તેવી પણ શક્યતા છે જિલ્લા ચૂંટણી તંત્ર વધુને વધુ મતદાન થાય તે માટે છેલ્લા સમયથી જાગૃતિ અભિયાન ચલાવતું હતું વેપારીઓ હોટેલ સંચાલકો સહિતના સાથે બેઠક કરી પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ સ્કીમ પણ રાખી હતી આ ઉપરાંત જેની સૌથી વધુ આશંકા સેવાઈ રહી હતી તે આકરી ગરમીમાં પણ લોકો મતદાન મત આગળ આવે તે માટે બુથ પર તમામ તૈયારી કરવામાં આવી હતી તમામ પ્રકારની તૈયારી કરવા છતાં મતદાન સંતોષ કારક રહ્યું નથી
1,69,558 સ્ત્રી મતદાર બુથ સુધી ન પહોચી
મોરબી જિલ્લામાં આમ તો પુરુષ અને સ્ત્રી બન્ને મતદારો બુથ સુધી લાવવામાં રાજકીય પક્ષ સફળ થયા નથી તેમાં પણ સ્ત્રી મતદારોનું પ્રમાણ વધુ છે મોરબી જિલ્લામાં આ વખતે 429 073 પુરષ મતદારો સામે 4,01,618 સ્ત્રી મતદારો નોધાયેલ છે જોકે આ 401 618 માંથી માત્ર 232 060 મહિલા મતદારો જ બુથ સુધી પહોચી હતી એટલે કે લગભગ 1,69,558 સ્ત્રી મતદાર બુથ સુધી પહોચી ન હતી
| બેઠકનું નામ | 7-9 | 9-11 | 11-1 | 1-3 | 3-5 | 5-6 | કુલ |
| મોરબી માળિયા | 10.40 | 13.35 | 11.98 | 8.56 | 7.96 | 6.01 | 58.26 |
| ટંકારા પડધરી | 11.65 | 17.78 | 13.93 | 8.03 | 7.82 | 6.67 | 65.88 |
| વાંકાનેર કુવાડવા | 11.78 | 16.42 | 12.14 | 8.28 | 8.85 | 7.20 | 64.67 |
| કુલ | 11.26 | 15.75 | 12.63 | 8.30 | 8.23 | 6.62 | 62.79 |


