મોરબી જિલ્લામાં આજે સવારથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા મતદાન વચ્ચે બપોરે 12 વાગ્યાની આસપાસ ટંકારાના મેઘપર ઝાલા ગામે વિઘ્ન આવ્યું હતું. જેમાં ટંકારાના મેઘપર ઝાલા ગામે મતદાન મથકમાં EVM ખોટકાયું હતું. એક વખત નહિ પણ ત્રણ ત્રણ વખત ઇવીએમ એટલે મતદાન કરવાનું મશીન જ ખોટવાતા મતદાનમાં વિક્ષેપ પડ્યો હતો. જો કે ખાનગી સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારથી ત્રણેક વખત ઇવીએમ બગડ્યું છે અને સતત ત્રણ વખત મતદાન પ્રક્રિયા ખોરવાતા ગામલોકો હેરાન થયા હતા અને ટેક્નિકલ ખામીથી આ ઇવીએમ્મા વિક્ષેપ પડ્યો હોવાનું તારણ રજૂ કરી તંત્રએ ઇવીએમ મશીનનું રીપેરીંગ અથવા નવું બદલવાની કવાયત હાથ ધરી છે.
મોરબી જિલ્લાની ત્રણેય વિધાન સભા બેઠકમાં મતદાન શરૂ કરતાં થાય તે પૂર્વે મોકપોલ માં બે થી ત્રણ બુથ પર ઇવીએમ મશીનોમાં ખામી જણાતા તેમને બદલવામાં આવ્યા છે. જ્યારે મતદાન શરૂ થયા બાદ 11 વાગ્યા સુધીમાં પણ જુદી જુદી જગ્યાએ 11 કેટલા evm ખામી સર્જાતા તેમને બદલવામાં આવ્યા હતા.
આ અંગે ચૂંટણી તંત્ર માંથી મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાની મોરબી, વાંકાનેર અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં મતદાન પેહલા મોકપોલ દરમિયાન જુદા જુદા બૂથમાં 3 BU, 8 CU અને 8 VVPT મશીનમાં ખામી સામે આવતા તેમને બદલવામાં આવ્યા હતા.


