કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી કામગીરી સુચારુ રીતે યોજાઈ તે માટે દેશભરમાં સરકારી તેમજ ખાનગી કર્મચારીઓને મતદાન અંગેની ફરજો સોપવા માટે આદેશ કરવામાં આવ્યા છે મોરબી જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી કિરણ ઝવેરીની સુચના અને નાયબ ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં ચૂંટણી કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના માટે જિલ્લાની અલગ અલગ સરકારી કચેરી ખાનગી સંસ્થાના કર્મચારીને ચૂટણી કામગીરી સોપવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા ની ૬૫ વિધાનસભા બેઠકમાં આવતા એક બુથની કામગીરી બે બેંક કર્મચારી તેમજ બે ખાનગી યુનિવર્સીટીના કર્મચારીને સોપવામાં આવી હતી જેમાં મારવાડી યુનિવર્સીટીમાં ફરજ બજાવતા યોગેશ સિંઘને પ્રિસાઇડિંગ ઓફિસર બારોટ યશ મનુભાઈને પોલીંગ ઓફિસરની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારી ત્રીવેદી રવી તેમજ ઇન્ડીયન બેન્કના કર્મી ગાવિત શ્રેયસ એમ ચાર લોકોને બુથ ની કામગીરી સોપવામાં આવી હતી જોકે આ ચારેય કર્મી તેમના ફરજ ના સ્થળે હાજર ન રહેતા મોરબી માળિયા વિધાનસભા બેઠકના એઆરઓ સુશીલ પરમાર તેમજ મામલતદાર નીખીલ મહેતા દ્વારા કડક કાર્યવાહી કરતા આ ચારેય કર્મચારી સામે વોરંટ ઈશ્યુ કર્યું હતું મોરબી પોલીસ દ્વારા વોરંટ બજાવી ચારેયની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે


