HomeGujaratછત્તરમાં દંપતીના આપઘાત પ્રકરણમાં રાજકોટના બે શખ્સ સામે દુષ્પ્રેરણ,ગેરકાયદે વ્યાજખોરી અંગે ગુનો...

છત્તરમાં દંપતીના આપઘાત પ્રકરણમાં રાજકોટના બે શખ્સ સામે દુષ્પ્રેરણ,ગેરકાયદે વ્યાજખોરી અંગે ગુનો નોધાયો

રાજકોટ તાલુકાના હડાળા ગામમાં રહેતા નીલેશભાઈ મનસુખભાઈ ખૂટ અને ભારતીબેન નીલેસભાઈ ખૂટ નામના દંપતીએ ગત તા ૩૦ ના રોજ ટંકારા તાલુકાના છત્તર ગામની પ્રાથમિક શાળા પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે બાદ મૃત દેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં વ્યાજ ખોરોના ત્રાસથી પગલું ભર્યા હોવાનું સામે આવ્યું હતું.આ ઘટનાના 4 દિવસ બાદ મૃતકના પુત્ર મિલનભાઇ નિલેશભાઇ ખુટ દ્વારા રાજકોટના બે વ્યાજ ખોર (૧)અશ્વિનભાઇ રાવતભાઇ મારુ અને માધવ ઈલેક્ટ્રોનિક વાળા દિવ્યેશ આહીર સામે ફરિયાદ નોધાવી હતી જેમાં તેઓ જણાવ્યું હતું કે આ બન્ને આરોપી પાસેથી મૃતક નીલેશભાઈએ રૂ ૪.૫૦ લાખ વ્યાજે લીધા હતા જે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી અપાતા મરવા મજબુર કરતા દંપતી ને લાગી આવ્યું હતું અને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો આ બનાવમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW