HomeGujaratમોરબીના મકનસર ભૂંડ પકડવા મુદે યુવક અને તેના સાથી પર ચાર શખ્સોનો...

મોરબીના મકનસર ભૂંડ પકડવા મુદે યુવક અને તેના સાથી પર ચાર શખ્સોનો હુમલો


મોરબીના મકનસર ગામમાં રહેતા અને ભૂંડ પકડવાનો વ્યવસાય કરતા દેવાસીંગ ઉર્ફે કલ્લુસીંગ પ્રતાપસીંગ ડાંગી તેમજ તેના સાથી સતપાલસિંગ તથા બલરામસિંગ એમ ત્રણેય જણાએ ભુંડ પકડેલ હોય આ દરમિયાન તીલકસિંગ ચંદાસીંગ ટાંકને ફોન કરી ભુંડનો કાંટો કરી મોટી ગાડીમા ભરવાના હોય જેથી પોતાની ગાડીમા ભુંડ ભરી કાંટો કરાવવા માટે જતા ત્યાં ચારેય આરોપીઓ હાજર હોય જેથી પોતાના વિસ્તારમા ભુંડ પકડવા બાબતે બોલાચાલી કરી ગાળો આપતા દેવાસીંગ ઉર્ફે કલ્લુસીંગ પ્રતાપસીંગ ડાંગીએ ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપી જગદીશસિંગ ઉર્ફે જગ્ગુસીંગ રામસીંગ ડાંગીનાએ ફરીને લોખંડના પાઇપ વતી તથા આરોપી શન્નીસીંગ મોહનસીંગ બાવરી,પ્રિતમસિંગ ગુરમુખસિંગ ટાંક, તીલકસિંગ ચંદાસીંગ ટાંક લાકડાના ધોકાથી ફરીયાદીને તથા સાહેદોને માર મારી શરીરે ઇજા કરી પોતાના વિસ્તારમા ભુંડ પકડવા આવશો તો જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW