HomeGujaratમોરબી જિલ્લામાં મતદાન પૂર્વે 48 કલાક,મતગણતરીનો દિવસ ડ્રાય ડે જાહેર કરાયો

મોરબી જિલ્લામાં મતદાન પૂર્વે 48 કલાક,મતગણતરીનો દિવસ ડ્રાય ડે જાહેર કરાયો

મોરબી જિલ્લામાં આગામી તા.07-05-2024 ના રોજ લોક સભાની ચૂંટણી અન્વયે મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી મતદારોને પ્રલોભનરૂપે દારૂ તેમજ નશાયુકત પદાર્થ આપવામાં આવે નહી અને ચૂંટણીનું કામ નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા 48 કલાકના સમયગાળા પહેલા અને મતગણતરીના દિવસ એટલે કે તા.04-06-2024 ના દિવસને “ડ્રાય ડે” તરીકે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં સમાવિષ્ટ તમામ મતદાર વિભાગોમાં આવેલ કલબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ અને હોટલ જેઓને દારૂ રાખવાનું અને પુરો પાડવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય, વ્યકિતગત દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પરમીટ ધરાવતા વ્યકિતઓને તા.07-05-2024 ના રોજ મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમયથી 48 કલાક પહેલાના સમયગાળા એટલે કે તા.05-05-2024 ના સાંજના 6 કલાક થી તા.07-05-2024 ના સાંજના 6 સુધી અને મતગણતરીના દિવસે એટલે કે તા.04-06 -2024ના દિવસે દારૂ વેચાણ કરવા/પીરસવા પર પ્રતિબંધ ફરમાવી અને આ સમયગાળાને “ડ્રાય ડે” તરીકે જાહેર કરવા કરવામાં આવે છે.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ગુજરાત પ્રોહિબીશન એક્ટ-1949 અને ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW