Tuesday, July 2, 2024
HomeGujaratસાવધાન ! જીએસટીમાં બોગસ રજીસ્ટ્રેશન ને અંકુશમાં લાવવા આજે સંકલન સમિતિની બેઠકમાં...

સાવધાન ! જીએસટીમાં બોગસ રજીસ્ટ્રેશન ને અંકુશમાં લાવવા આજે સંકલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે

Advertisement

આમ તો ગુડ્સ એન્ડ સર્વિસ સ્ટેશન રજીસ્ટ્રેશનની અંદર બોગસ રજીસ્ટ્રેશન ની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે આ બોગસ રજીસ્ટ્રેશન ને અટકાવવા માટે આજરોજ મહેસુલ સચિવ સંજય મલ્હોત્રા અને જીએસટી અધિકારીઓ વચ્ચેની બેઠકમાં ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે

જીએસટી રજીસ્ટ્રેશન આપવાના ધારા ધોરણોને વધુ ચુસ્ત બનાવવામાં આવશે જીએસટી ની ચોરી કરવા માટે બનાવટી કંપનીઓ ઉભી જ ન થાય તે માટેના નિયમો તૈયાર કરવામાં આવશે માત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે જ કંપનીઓની રચના કરવામાં આવતી હોવાનું જોવા મળે છે

ગુડ્સ એન્ડ સર્વિસ સ્ટેશન આવક એપ્રિલ 2024 માં 2.10 લાખ કરોડને આવી ગઈ છે ત્યારબાદ હવે રાષ્ટ્રીય સંકલન સમિતિની બેઠકમાં જીએસટીની આવકમાં કઈ રીતે વધારો કરવામાં સફળતા મળે તે અંગે તકતો તૈયાર કરવામાં આવ્યો છે આજરોજ બેઠક ની અંદર અનેક નિયમો નવા લાડવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ તેનું અમલીકરણ કરી અને સ્થાનિક બજારમાં નાણાકીય વ્યવહાર વેગ આપવાની અને ઓડિટના ચુસ્ત નિયમોનું પાલન કરવાનો નિર્ણય પણ કરવામાં આવશે

જે પ્રકારે બોગસ કંપનીઓ ઉભી કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટના ખોટા ક્લેમ મૂકીને અબજો રૂપિયાની ટેક્સ ક્રેડિટ લઈ જનારાઓને રોડને પકડી પાડવા માટે કેવું આયોજન કરવું તેની ચર્ચા કરવામાં આવશે અત્યારે આ પ્રકારે બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેનારા કર દાતાઓને પકડી પાડવા માટે આર્ટિફિશિયલન ઈન્ટેલિજન્સ નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તદુપરાંત વેપારીઓના એકમોમાં જઈને સ્થળ તપાસ પર પણ ફોકસ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે જીએસટી રજીસ્ટ્રેશન કરવામાં આધાર ઓથેન્ટિકેશન કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે તેના પરિણામે બોબજ કંપનીઓ ઉભી કરીને રજીસ્ટ્રેશન લઈ લેનારાઓને પકડી પાડવું વધુ સરળ બન્યું છે અને નવા નિયમો બન્યા બાદ પણ અનેક બોગસ પેઢીઓ બનતી અટકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,983FollowersFollow
1,880SubscribersSubscribe

TRENDING NOW