(1)મોરબીમાં બેલા ગામની સીમ પાસે દારૂ સાથે એક યુવક શખ્સ ઝડપાયો
મોરબીના પીપળી જેતપર રોડ બેલા ગામની સીમમાં બાતમીના આધારે રેડ મારતા એન્ટીલા કારખાના સામે દારૂ સાથે ઇરફાન ગુલામભાઇ જામ ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ કુલ રૂ.280 નો મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ દેશી દારૂ વહેચવા અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(2)મોરબીના પનામા પેપરમીલ પાસે દારૂ સાથે એક ઈસમ પકડાયો
મોરબીના પનામા પેપરમીલ પાસે પોલીસ દ્વારા રેડ મારતા દેશી દારૂ સાથે રામુભાઇ રણછોડભાઇ ઝાપડા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ કુલ રૂ.300 નો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે દારૂ વહેચવા અંગે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
(3) વાંકાનેરના માટેલ રોડ બ્રાવેટ સીરામીક કારખાના સામે એક યુવકનું અગમ્ય કારણસર મોત નીપજ્યું
વાંકાનેરના માટેલ રોડ સ્ટાઈલીન સિરામિક કારખાનામાં સોનુકુમાર સિંહ બ્રજમોહનસિંહ રાજપુત રહેતા હતા તે મૂળ બિહારના વતની હતા.તે કારખાનામાં મજુરી કરીને તેનું ગુજરાન ચલાવતા હતા.ગઈકાલે તેનું અગમ્ય કારણસર ગઈકાલે 1:45 વાગ્યે તેનું માટેલ રોડ બ્રાવેટ સીરામીક કારખાના સામે ખુલ્લા પટમા તેનો મુત્દેહ મળ્યો હતો. આસપાસના લોકો દ્વારા તેને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.ત્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા.આ બનાવની જાણ રાકેશકુમાર બબનસિંહ રાજપુત એ વાંકાનેર પોલીસેને કરી હતી પોલીસે ફરિયાદ નોધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
(4)ટંકારાના અમરાપર પર રોડ પાસે દારૂ સાથે એક મહિલા શખ્સ પકડાઈ
ટંકારાના અમરાપર રોડ પાસેના વિસ્તારમાં પોલીસે દ્વારા રેડ મારતા દારૂ સાથે અમરતબેન મનજીભાઇ વાઘેલા નામની મહિલા શખ્સ પકડાઈ હતી.આ મહિલા પાસેથી દેશી દારૂ કુલ રૂ.120 નો મુદામાલ કબ્જે કર્યો હતો.ટંકારા પોલીસે તે મહિલા વિરુદ્ધ દારૂ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(5)હળવદના ભવાનીનગર પાસે જૂની બાબતે ખાર રાખી બે શખ્સે એક વ્યક્તિ ને ઢોર માર માર્યો
હળવદના ભવાનીનગર પાસે મારામારીનો બનાવ બન્યો હતો.મુકેશભાઈ એ આરોપી ના ઘર બાજુ રાજુભાઈ પાસે વજન કાંટો લેવા ગયા તે સમયે જૂની બાબતનો ખાર રાખી અજય જીવરાજભાઈ કુંઢીયા એ સ્ટીલ નો પાઈપ વડે અને ગગજી જીવરાજભાઇ કુંઢીયા નામના શખ્સે લાકડાનો ધોકો લઈ બનેએ મુકેશભાઈ ને ઢોર મારમાર્યો હતો અને મુકેશભાઈને ગંભીર ઈજા પહોચાડી અન્ય ભાગે મુંઢ ઈજા કરી ભુડી ગાળો બોલી હતી.આ બનવા અંગે મુકેશભાઈ ના પત્નીએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે તે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

