મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે ટાઇલ્સ ભરીને જતા ટ્રકનું ટાયર ફાટતાં ટ્રકમાં આગ લાગી હતી જોકે સમય સૂચકતા ના કારણે આજુબાજુમાં રહેલા લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને ટ્રકમાં લાગેલી આગને કાબુ કરવામાં ભારે જહમત બાદ ફાયર વિભાગની મહેનત રંગ લાવી હતી મોરબીમાં અવારનવાર વાહનોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે મોડી રાત્રિના સમયે મહેન્દ્રનગર ચોકડી પાસે ટાઇલ્સ ભરીને જતો ટ્રકમાં ટાયર ફાટતા આગ લાગી હતી? જો કે જોત જોતા માં આગે વિક્રાંત સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા ટ્રક ને હડફેટ લઈ લીધો હતો જોકે ટ્રકમાં સવાર ડ્રાઇવરે તાત્કાલિક નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો અને આજુબાજુમાં રહેલા લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર વિભાગની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો જોકે સમયસર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચતા મોટી જાનહાની ટળી હતી કારણ કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ડીઝલની ટાંકી સુધી આ ફેલાઈ ચૂકી હતી અને ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં કરી લીધી હતી ઉલ્લેખનીય છે કે ઉનાળાના દિવસોની અંદર વાહનોમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે તેવામાં ક્યારેક આગના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે પરંતુ હાલ તો જે પ્રકારે ટાઈલ્સ ભરેલા ટ્રકમાં ટાયર ફાટતા ની સાથે જ આગ લાગવાનો બનાવ સામે આવતા આજુબાજુના લોકો તેમજ ફાયર ની મદદથી તાત્કાલિક આ આગને કાબુ કરવામાં સફળતા મળી હતી પરંતુ જો થોડી ઘણી પણ ફાયર વિભાગને પહોંચતા વાર લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોત ખેર સમય સૂચકતા ના અને લોકોની જાગૃતતા ના કારણે તાત્કાલિક મોટી દુર્ઘટના ટળી હતી

