HomeGujaratવાંકાનેર નાં ભોજપરા ગામે જિલ્લા વિકાસ અધિકારી મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી થયા

વાંકાનેર નાં ભોજપરા ગામે જિલ્લા વિકાસ અધિકારી મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી થયા

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મતદાન જાગૃતિ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ અને હક પણ છે જેથી દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી રીઝવાન કોંઢિયા સહિત સ્ટાફ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW