HomeGujaratલોકસભા ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ પાછળ ભાજપની 77 અરજી સામે કોંગ્રેસની માત્ર...

લોકસભા ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ પાછળ ભાજપની 77 અરજી સામે કોંગ્રેસની માત્ર 6 અરજી 

લોકસભા ચૂંટણી જાહેર થવાને દોઢ મહિના જેટલો સમય આવ્યો રાજ્યની 26 લોકસભા બેઠકમાં ૭ મેં ના રોજ મતદાન થવાનું છે મતદાનને હવે માત્ર એક સપ્તાહ જેટલો જ સમય બાકી રહ્યો છે તેવા સમયે રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરી દેવાયો છે તેમાં પણ એપ્રિલ મહિનાના અંતિમ ૧૫ દિવસમાં આ પ્રચાર ગતિમાં વધારો થયો છે રાજકોટ અને કચ્છ લોકસભા બેઠકમાં આવતી  મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા મોરબી માળિયા વિધાનસભા બેઠક, વાંકાનેર કુવાડવા બેઠક તેમજ ટંકારા પડધરી બેઠકમાં ચૂંટણી પ્રચાર તેજ થઇ ગઈ છે, જિલ્લાની ત્રણેય બેઠકમાંભાજપ કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષ દ્વારા ચૂટણી પ્રચાર માટે રોડ શો સભા સરઘસ ડીજે વગાડવા તેમજ અન્ય ચૂંટણી પ્રચાર માટે ચૂંટણી તંત્ર પાસે મંજુરી માંગવામાં આવી હતી 28 એર્પીલ સુધીમાં ૮૫  અરજી મળી હતી
આ ૮૫ અરજીઓ માંથી ૫૬ અરજીઓ રાજકોટ સંસદીય મતવિસ્તારમાંથી માંગવામાં આવી હતી જ્યારે બાકીની ૨૯ અરજીઓ કચ્છ સંસદીય મતવિસ્તાર માંથી માંગવામાં આવી હતી.
 આ અરજીઓમાં લાઉડ સ્પીકર સાથેની સભા, લાઉડ સ્પીકર, રેલી, શેરી સભાઓ, કામ ચલાઉ ધોરણે પક્ષની ઓફિસ ઉભી કરવી, ડોર ટુ ડોર પ્રચાર સહિત વિવિધ કાર્યક્રમો/આયોજનો માટે મંજૂરીઓ માંગતી અરજીઓ કરવામાં આવી હતી. જે અરજીઓ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવી છે.

પક્ષ મુજબ જોઈએ તો  જેમાંથી સૌથી વધુ ૭૭  અરજી માત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે તો કોંગ્રેસ દ્વારા માત્ર ૬ અરજી કરવામાં આવી છે અન્ય બે ઉમેદવારની માત્ર ૧-૧ અરજી  થઈ છે 

ક્યાં કાર્યક્રમ માટે કેટલી અરજી 

ડોર ટુ ડોર પ્રચાર    ૨ 
લાઉડ સ્પીકર  ૪ 
પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ૬ 
જાહેર સભા.  મીટીંગ ૫૭ 
શેરી મીટીંગ ૪  
રેલી  ૩ 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW