Tuesday, October 28, 2025
HomeGujaratકચ્છ-મોરબી સંસદીય બેઠકના ઓબ્ઝર્વરે ઈવીએમ સ્ટ્રોંગ રૂમનું ચેકિંગ કર્યું

કચ્છ-મોરબી સંસદીય બેઠકના ઓબ્ઝર્વરે ઈવીએમ સ્ટ્રોંગ રૂમનું ચેકિંગ કર્યું

કચ્છ મોરબી સંસદીય બેઠક પરના ઓબ્ઝર્વરએ મોરબી નજીક આવેલ સરકારી પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમનું ચેકિંગ કર્યું હતું અને સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપેલી સૂચનાઓનો કડક અમલ કરવા સ્થાનિક ચૂંટણી તંત્રને આદેશ આપ્યો હતો.

કચ્છ મોરબી સંસદીય બેઠકના ઓબ્ઝર્વર બચનેશકુમાર અગ્રવાલે કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ 65- મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમનું સધન ચેકિંગ કરી આ સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી અંગે સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી. સ્ટ્રોંગરૂમના ચેકિંગ દરમિયાન ઓબ્ઝર્વરે મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page