HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના તળાવીયા શનાળા ગામના કારખાના પાસે દારૂ સાથે એક યુવક શખ્સ પકડાયો

મોરબીના તળાવીયા શનાળા ગામ પાસે આવેલ સિતારા માઇક્રોન કારખાના પાસે દારૂ વહેચવા આવેલા વિક્રમભાઈ જલાભાઇ વાઘેલાને પોલીસે પકડી લીધો હતો.તેની પાસેથી ગેરકાયદેસર દારૂ સહીત નો મુદામાલ જપ્ત કરી તેની સામે ગુનો દાખલ કરી કાયદેસર ની કાયર્વાહી હાથ ધરી હતી.

(2)મોરબીના પીપળી પાસે દારૂ વહેચતા બે શખ્સો પકડાયા, એક ફરાર

મોરબીના પીપળી જવાના રસ્તે એફીલ સીરામીક પાસે દારૂ વહેચતા બે શખ્સો દારૂ વહેચવા મામલે પકડાયા હતા. પોલીસ દ્વારા હૈદરભાઇ મહમહભાઇ મોવર એ ઘટના સ્થળે થી પકડી પાડ્યો હતો.તેની પાસેથી દારૂ વહેચવા મામલે કુલ રૂ.૩૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો હતો અને તેની સામે ગુનો દાખલ કર્યો હતો.આ સમયે સલીમ ઉર્ફે રાહુલ ફીરોજભાઇ પઠાણ ઘટના સ્થળે થી હાજર ના મળતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

(૩)હળવદના કવાડિયા ગામના પાટીયા પાસેથી દેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

હળવદના કવાડિયા ગામના પાટીયાથી સુખપર ગામ તરફ જવાના રસ્તે એસ્ટ્રોન પેપરમીલ જવાના રસ્તા ની સામે રમેશભાઇ રણછોડભાઇ ચારોલા એ દેશી દારૂ ના કુલ રૂ.૨૨૦ ના મુદામાલ સાથે હળવદ પોલીસ દ્વારા તેને પકડી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW