Wednesday, May 15, 2024
HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)વાંકાનેરની અમરસર ફાટક પાસે ટ્રાફિક નો ભંગ કરતા બે શખ્સો પકડાયા

વાંકાનેરની અમરસર ની ફાટક પાસે તાહીરભાઈ નુરમામદભાઈ સીપાઈ એ તેની જીજે-07-એટી-2090 નંબરની સી.એન.જી. રિક્ષા અને અહેમદભાઈ હુશેનભાઈ રવાણી એ તેની જીજે-01-ટીબી-0786 નંબરની સી.એન.જી. રિક્ષા તે બને એ જાહેર માર્ગ પર પાર્ક કરતા અન્ય વાહન ચાલકોને અડચણરૂપ થાય તે રીતે મૂકી રાખતા વાંકાનેર પોલીસે તે બંને શખ્સો સામે ટ્રાફિક નિયમનો ભંગ કરવા મામલે તેની સામે ગુનો દાખલ કરી તેની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.

(2) ટંકારાના હડમતીયા રોડ પાસે દારૂ પી બાઈક હંકારતો એક શખ્સ પકડાયો

ટંકારાના હડમતિયા રોડ પાસે ચેતનભાઈ હરજીવનભાઈ કુંઢીયા એ તેનું જીજે-36-એએ-0090 ના નંબરવાળું સ્પ્લેન્ડર એ દારૂ પીધેલ હાલતમાં બાઈક હંકારતો પકડાયો હતો. આ મામલે ટંકારા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી.

(૩)ટંકારામાં દારૂ મામલે મહિલા સહીત 2 આરોપી પકડાયા .

ટંકારાના લતીપર રોડ પર આવેલ હીરો શો-રૂમ પાસે દિવ્યાબેન રાજેશભાઈ ચાડમીયા ની મહિલા પાસેથી દેશી દારૂ કુલ રૂ.૧૨૦ ના જથ્થા સાથે ટંકારા પોલીસે પકડી લીધી હતી.તેની પાસે રહેલ દારૂનો જથ્થો જપ્ત કરી તેની સામે ટંકારા પોલીસે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત ટંકારાના જુના હડમતીયા પાસે સાગરભાઈ બાબુભાઈ વડેચા નામનો શખ્સ તે તેના જીજે-36-એબી-447૩ નંબરવાળા બાઈક સ્પ્લેન્ડર પ્લસ માંથી કુલ રૂ.-280 ના દારૂની હેરાફેરી કરતો પકડાયો હતો. આ મામલે પોલીસ દ્વારા પકડી પડાયો હતો અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(4)હળવદ ના દુરઘણાંદ ગામે દારૂ સાથે એક ઈસમ પકડાયો

હળવદના બાતમી ના આધારે જાણ થતા દુરઘણાંદ ગામે રેડ પડતા ત્યાંથી રામભાઈ દેવજીભાઈ વિજવાડીયા એ દારૂ ના મુદામાલ સાથે પકડાયા હતા.તેના રહેણાંક મકાન માંથી તેની પાસેથી કુલ રૂ.-140 નો મુદામાલ હળવદ પોલીસે જપ્ત કરી તેની સામે દારૂ વહેચવા મામલે ગુનો દાખલ કર્યો હતો.

(5)મોરબીના લીલાપર નજીકથી યુવકનો મૃતદેહ મળ્યો

મોરબીના લીલાપર આવાસ યોજનાના મકાનમાં રહેતા સંજયભાઈ રમેશભાઈ કુઢીયા એ થોડા ઘણા સમયથી બીમાર હતા. તે લીલાપર રોડ ચાર માળીયા પાછળ ખડીયાના નાકે બીમારીના કારણે ત્યાં પડી ગયા હતા. સંજયભાઈ ની બીમારી ના કારણે મરણ જનાર ની લાશ ખડીયાના નાકે પડી હતી. આ વાતની આસપાસના લોકોને જાણ થતા તેને મોરબી સીટી-એ-ડિવિઝનને જાણ કરી હતી.પોલીસે તે લાશને પીએમ માટે મોકલી અને ત્યાં ફરજ પરના ડોકટરે તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,963FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW