(1)મોરબીના ઉમીયા સર્કલ પાસે પાર્ક કરેલ બાઈક ચોરી કરનાર બે ઝડપાયા
મોરબીના રવાપર ઘુનડા પાસે રહેતા ઘનશ્યામભાઈ નરશીભાઈ સવસાણી એ ધંધાર્થે બહાર ગયા હતા ત્યારે તેનું જીજે-36-કે-4574 નંબર નું સ્પ્લેન્ડર પ્લસ બાઈક ઉમિયાસર્કલ પાસે પાર્ક કરેલ હતું.જે અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયો હતો. આ વાત ની જાણ ઘનશ્યામભાઈ ને થતા તેને મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી .મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. અને તા.21 ના રોજ પોલીસે બાઈક ચોરી કરનાર બે શખ્સ (1)અજયભાઈ બાલાભાઈ ચાડમીયા (2)સનાભાઇ કરશનભાઈ ભુરીયાને ઝડપી લીધા હતા અને ચોરી કરલ બાઈક જપ્ત કરવા તજવીજ હાથ ધરી હતી
આ ઉપરાંત એ ડિવિઝન પોલીસે પ્રકાશભાઈ નગવાડીયા નામના શખ્સને પણ ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો જેની પૂછપરછ કરતા મોરબીની આયુષ હોસ્પિટલમાંથી ચોરી કર્યા નું કબૂલ કરતા પોલીસે બાઈક ના માલિક પિયુષભાઇને જાણ કરતા મોરબીના માધાપર પાસે રહેતા પીયુષભાઈ પરમાર એ તેનું બાઈક જીજે-03-ડીએફ-23-2919 એ સાવસર પ્લોટ આયુષ હોસ્પિટલ પાસે પાર્ક કરેલ બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.
અને મોરબીના અશોકભાઈ તળશીભાઈ કાનાણી એ તેનું જીજે-36-એઈ-3426 ના નંબરવાળું બાઈક શનાળાના સુપર માર્કેટ પાસે આવેલ ચાય પાર્લર પાસે પાર્ક કરેલ હતું.થોડા સમય બાદ તે વાહન કોઈ શખ્સ ચોરી નાસી ગયો હતો.આ ચોરી ની ફરિયાદ અશોકભાઈ તળશીભાઈ કાનાણી એ મોરબી સીટી-એ ડીવીઝન માં નોંધાવી હતી અને પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.હાલ સુધી આરોપી નું નામ સામે આવેલ નથી.
(2)મોરબીમાં પુરઝડપે વાહન હંકારનાર યુવક આધેડ પકડાયો
મોરબીના રાજપર રોડ પાસે એકટીવા મોપેડ લઇ વસીમભાઈ અસ્લમભાઈ પઠાણ નામનો શખ્સ એ તેનું વાહન લાયસન્સ વગર પુરઝડપે,ગફલતભરી અને બેદરકારી પૂર્વક રીતે રાહદારીઓ નો જીવન જોખમાય તે રીતે હંકારતો જોવા મળ્યો હતો. આ મામલે મોરબી સીટી-એ ડીવીઝન પોલીસે યુવક સામે ટ્રાફિક નો ભંગ કરવા બદલ તેની સામે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો.
(3)માળીયાના જુના રેલ્વેસ્ટેશન પાસેથી દારૂ અગે એક ઈસમ પકડાયો
માળીયાના જુના રેલ્વેસ્ટેશન જવાના રોડની સાઇડમા દારૂ મામલે દોશમામદભાઈ મામદભાઈ કટિયા નામનો શખ્સ પકડાયો હતો.
તે ઘટના સ્થેળ થી ગેરકાયદેસર દારૂ ના જથ્થા સાથે અને દારૂ પીધેલ હાલતમાં જોવા મળ્યો હતો.આ મામલે માળીયા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

