HomeGujaratમોરબી શહેરમાં નાગનાથ શેરીમાં ભૂગર્ભ ગટરના ગંધાતા પાણી, ફળીયા, બાથરૂમ અને ઘરોમાં...

મોરબી શહેરમાં નાગનાથ શેરીમાં ભૂગર્ભ ગટરના ગંધાતા પાણી, ફળીયા, બાથરૂમ અને ઘરોમાં ઘુસ્યા

શહેરના ગિચોગીચ વિસ્તારમાં હદ બહારની ગટરની ગંદકીએ લોકોનું જીવવું હરામ કર્યું ઘણા સમયથી રજુઆત કરવા છતાં ગટર પ્રશ્નનો હલ ન આવતા સ્થાનિકોએ કરવેરા ન ભરવાની ચીમકી આપી

મોરબીના હ્ર્દય સમાન એટલે નહેરુ ગેઇટ ચોક અંદર ગ્રીનચોક અને દરબારગઢ વચ્ચે આવેલી નાગનાથ શેરીમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે. હવે તો આ ગટરની ગંદકીએ હદ કરી નાખતા સ્થાનિકોનું જીવવું હરામ થઈ ગયું છે. અનેક વખત રજુઆત કરવા પાલિકા દ્વારા તેની સમસ્યા ઉકેલ લાવવા નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી લાંબા સમયથી ચાલતા આ પ્રશ્નનો હલ ન આવતા સ્થાનિકોની ધીરજ પણ ખૂટી છે અને હવે પાલિકા વહેલી તકે સમસ્યા નું કાયમી ઉકેલ નહી લાવે તો સમગ્ર નાગનાથ શેરી વિસ્તારમાં રહેતા લોકોએ આવતા વર્ષથી કરવેરા ન ભરવાની ચીમકી આપી છે.

નાગનાથ શેરીમાં રહેતા સોલંકી ગાયત્રીબેન વિપુલભાઈએ જણાવ્યું હતું કે, અમારે મહિલાઓને રોજના ગૃહકાર્ય માટે ઘર, રસોડું અને બહાર શેરીમાં પણ જવું પડતું હોય છે.પણ અગાઉ શેરીમાં ભૂગર્ભ ગટર ઉભરાય હતી.પણ તેનો ઉકેલ ન આવતા આ ભૂગર્ભ ગટરની ગંદકી ચેપી વાયરસને જેમ ફેલાય હતી અને ગટરના શેરીના દુષિત પાણી ઘરમાં ફેલાય ગયા છે. આખું ઘર વગર ચોમાસે પાણી પાણી થઈ ગયું છે. ઘરમાં આવી સ્થિતિ વચ્ચે રસોઈ કેમ કરવી એ ખરેખર મહિલાઓનું મન જ જાણે છે. કારણ કે ઘરમાં નીચે ગટરના પાણી હોય અને મચ્છરો ઉડતા હોય આવી ગંદકીથી બચીને રોજ રસોઇ કરવા કારમો સંઘર્ષ કરવો પડે છે. આ ગટરના પાણીએ અમારી શેરીની બધી જ મહિલાનું સુખ ચેન હરામ કરી દીધું છે.

જ્યારે વિપુલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારે 150 જેટલા ઘરો હોય બધાય ઘરોમાં ગટરની જ મોકણ છે. ફળીયા અને ટોઇલેટ બાથરૂમમાં ગટરની ગંદકી ઉભરાય છે અને ઘરમાં પણ પાણીમાં વાસણો અને બીજી વસ્તુઓ તરતી હોય ભારે ખરાબ પરિસ્થિતિ સર્જાય છે. બાથરૂમમાં તો ઉભા ઉભા જ જેમ તેમ કરીને નહાવું પડે છે. કારણ કે બાથરૂમમાં ગટરના પાણી ભરેલા હોય નીચે બેસીને નાહિ શકાતું જ નથી અને શૌચાલયમાં પણ આવી ગંદકી હોય ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. એક મહિનાથી પાલિકાને રજુઆત કરીએ છીએ પણ પાલિકા વાહનો કે સાધનો ન હોવાની બહાનાબાજી ચલાવે છે. હવે તો આ ગટરના પાણી અને નગરપાલિકાની બેદરકારીથી ગળે આવી ગયા છીએ, ગટરનો પ્રશ્ન હલ ન થાય તો કરવેરા નહિ ભરવાની ચીમકી આપી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW