Tuesday, October 28, 2025
HomeGujaratઆગ અકસ્માતની ઘટનામાં સુરક્ષિત કેમ બચી શકાય ફાયર વિભાગે એક સપ્તાહમાં ૧૪૭૫...

આગ અકસ્માતની ઘટનામાં સુરક્ષિત કેમ બચી શકાય ફાયર વિભાગે એક સપ્તાહમાં ૧૪૭૫ લોકોને આપી તાલીમ

સામાન્ય રીતે શાળા કોલેજ કે અન્ય સ્થળ સંસ્થાઓમાં બાળકોને શૈક્ષિણક અભ્યાસ ક્રમ તો કરાવવામાં આવતો હોય છે પરંતુ આકસ્મિક ઘટનામાં સેલ્ફ ડીફેન્સ અંગેની તાલીમ આપવામાં આવતી હોતી નથી પરિણામે ક્યારેય કોઈ સ્થળે નાની આગની ઘટના બને તો પણ બાળકો ગભરાઈ જતા હોય છે આજના સમયમાં શાળા કોલેજના છાત્ર કે સ્ટાફને તેમજ સામાન્ય લોકોને પણ આગ અકસ્માતની ઘટનામાં પોતે તેમજ જેને મદદની જરૂર હોય તેની સાથે સુરક્ષિત રીતે નીકળી લોકોનો જીવ બચાવવા અંગેની તાલીમ જરૂરી છે
આવા સમયે ફાયર ડીપાર્ટમેન્ટ પણ આગની ઘટનામાં ફાયર સાધનોનો સુરક્ષિત ઉપયોગ ક્રરવા અંગે તાલીમ આપતા હોય છે
મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર સર્વિસ વિક ૨૦૨૪ (૧૪ થી ૨૦ એપ્રિલ) અંતર્ગત જાગૃતિ હેતુસર મોરબીમાં અલગ -અલગ જગ્યાએ જેમાં ન્યુ એરા ગ્લોબલ સ્કુલ – વીરપરના ૧૪૦૦ બાળકો અને શિક્ષકગણ, શ્યામ હોસ્પિટલ- સાવસર પ્લોટના ૨૦ સ્ટાફ તેમજ એકતા એવન્યુ રેસીડેન્ટ બિલ્ડીંગ- દર્પણ ૨ રવાપર રોડના રહેવાસીઓમાટે ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગનું આયોજન કર્યું હતું અનેફાયર ટીમ દ્વારા સપ્તાહ દરમિયાન આમ કુલ ૧૪૭૫ વ્યક્તિને ફાયર સેફટી અને તેના સાધનોના ઉપયોગ વિષે માહિતી આપવામાં આવી હતી.


આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા, ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ. તેમજ Fire extinguisher (અગ્નિશામક યંત્ર)નો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને સમજાવ્યું. તેમજ ફિક્સ ફાયર ઈંસ્ટોલેશન ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ શિખવાડવામાં આવ્યું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page