મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક આવેલા આર્ય વિધાલયમ્ સામે શનિવારે વ્હેલી સવારે ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. જે બાદ ટ્અરક બેકાબુ બની ગયો હતો અને ટ્રક શાળાની બાઉન્ડ્રી વોલ સુધી ધસી ગયો હતોં ને વોલ તોડી નાખી હતી આ અકસ્માત પગલે ટ્રકમાં લોડ કરેલ સામાન રોડ ઉપર પથરાઈ ગયો હતો જેના કારને રોડ બંધ કરવાની ફરજ પડી હતી બીજી તરફ સ્કોર્પિયો કાર પણ પલટી મારી જતા તેમાં મોટા પાયે નુકશાન થયું હતું બનાવમાં સદભાગ્યે કોઈ જાન હાની થઇ ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આકસ્માત બાદ એક બાજુનો રસ્તો બંધ થતા ટ્રાફિક જામ થયો હતો ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોચી હતી. રાહદારી અને પોલીસ દ્વારા રસ્તો ખુલ્લો કરી ટ્રાફિક પુર્વવત કર્યો

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા થી રાજકોટ તરફ જતો હતો ત્યારે અચાનક કોઈ જબલપુર ના પાટીયા પાસે આર્ય વિધાલયમ્ સામે ટ્રક બ્રેક કરી રોડ નિચે તરફ લેતા પાછળ આવતા સ્કોર્પિયો ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક નો સામાન રોડ ઉપર રીતસર રેલાઈ ગયો હતો અને રસ્તો એક તરફથી બ્લોક થઈ ગયો હતો બનાવ અંગે ટંકારા પોલીસ ને જાણ કરતા થાણાના માસ્તર મહિપતસિંહ ચૌહાણે પોલીસ ને ધટના સ્થળે રવાના કરી હતી કોઈ જાન હાનિ ના સમાચાર નથી સ્કોર્પિયોનો એર બેગ ખુલી જતા ચાલકને સામાન્ય ઈજા થઈ હોવાનુ અને પ્રાઈવેટ વાહન મારફતે સારવાર અર્થે દાખલ થયાનું જાણવા મળ્યું છે. ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

