HomeGujaratમોરબી ક્રાઈમ ડાયરી

મોરબી ક્રાઈમ ડાયરી

(1)મોરબીના માળીયા નેશનલ હાઈવે પર વાહન રોંગ સાઈડમાં ચલાવતો એક શખ્સ પકડાયો


મોરબીના નવાગામમાં શક્તિ સોસાયટીમાં રહેતા મનોજભાઈ મોહનભાઈ બાળા એ માળીયા નેશનલ હાઈવે પર સનોરા સિરામિક કારખાના પાસે જીજે-03-બીવાય-૮૬૪૨ નંબર નું માલ વાહક ટેમ્પો રોંગ સાઈડમાં બેદરકારીપુર્વક રાહદારીઓને જીવ જાય તેમ રીતે વાહન હંકારતા પોલીસે રોકાવ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(2) હળવદ ના કોયબા ગામના પાદર પાસે એક ઈસમ વાહન પુરઝડપે ચલાવતો જોવા મળ્યો

હળવદ ના ટીકર પાસે રહેતા હનીફભાઈ ઉમેદભાઈ મુલ્લા એ કોયબા ગામના પાદરમાં તેનું વાહન હિરો હોન્ડા સ્પ્લેન્ડર જેના નંબર જીજે-૧૩ -એચએચ-૩૧૯૩ વાળું વાહન વધારે સ્પીડમાં અને રાહદારી નું જીવન જોખમમાં મુકાય તે રીતે વાહન ચલાવતા તે ઈસમ સામે હળવદ પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો.

(૩)હળવદમાં બેદરકારીપૂર્વક રિક્ષા ચલાવતો એક ઈસમ પકડી પડાયો

હળવદના જોગણી માતાના મંદિર સામે રોડ પાસે વિજયભાઈ નારાયણભાઈ પટેલ તેની અતુલ શક્તિ રિક્ષા જીજે-13-એવી-૪૫૭૫ ના નંબર ની રિક્ષા હળવદ ત્રણ રસ્તા પાસે વિજયભાઈ એ તેની રિક્ષા પુરઝડપે અને લોકોનો જીવ જોખવાય તે રીતે રિક્ષા ચલાવતા હળવદ પોલીસે તેની સામે ફરીયાદ નોંધી હતી.

(4)વાંકાનેરના માટેલ રોડ પર ગફલત ભરી રીતે રિક્ષા ચલાવતા એક ઈસમ મળ્યો

વાંકાનેરના લાલજીભાઈ રણછોડભાઈ જોલાપરા એ તેની રિક્ષા ઢુવા ચોકડી પાસે માટેલ રોડ પર પુરઝડપે એ ગફલત ભરી રીતે બીજા રાહદારીઓનો જીવ જોખમાય તે રીતે તેની જીજે-૩૬-યુ-૫૯૬૩ નંબરવાળી રિક્ષા ચલાવતો સામે આવ્યો હતો.આ મામલે વાંકાનેર પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

(5)વાંકાનેરના ઢુવા સર્કલ પાસે ટ્રાફિક નિયમ નો ભંગ કરતો એક ઈસમ જોવા મળ્યો

વાંકાનેરના છનાભાઇ તેજાભાઈ નંદેસરીયા એ તેની રિક્ષા ના નંબર જીજે-૩૬-યુ-૭૭૯૩ એ તેની રિક્ષા જાહેર રસ્તામાં ટ્રાફિક ને અડચણરૂપ થાય તે રીતે રોડ ની વચ્ચોવચ રાખી મુકતા ટ્રાફિક નિયમ નું ભંગ કરતા વાંકાનેર પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

(6)માળિયાના વાગડિયા ઝાપા પાસે ટ્રાફિક ના નિયમ નું ભંગ કરતો એક ઈસમ ઝડપાયો

માળીયાના દેવગઢમાં રહેતા બીજલભાઈ લીલુભાઈ અખિયાણી એ તેનું હિરો બાઈક જીજે-૩૬-ક્યુ-૪૭૯૨ સ્પલેન્ડરપ્લસ એ જાહેર રસ્તા પર નડતરરૂપ થાય તે રીતે રાખી મુકતા. તેની સામે માળીયા પોલીસે ગુનાની નોંધણી કરાઈ હતી.

(7)મોરબીમાં વલીફીચરનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબીના સીપઈવાસમાંથી વલીફીચરનો જુગાર રમતા (1)રોનકભાઈ વિમલભાઈ મકવાણા (2)ઈરફાનભાઈ ઈસ્માઈલભાઈ ઉર્ફે બાબુભાઈ જૂનાણી ને મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તેની સામે ગુનો નોધ્યો હતો.તેની પાસે થી રોકડ રકમ રૂ.૪,૨૦૦/-ના મુદામાલ સાથે સાથે હાજર મળી આવ્યો હતો.આ ઘટના સ્થળેથી આરોપી ઈરફાનભાઈ ઈસ્માઈલભાઈ ઉર્ફે બાબુભાઈ જૂનાણી એ હાજર મળી આવ્યો ન હતો.

(8)મોરબીના ટીબડી ગામના પાટિયા પાસે દારૂ પીધેલ હાલતમાં વાહન હંકારતો ઈસમ ઝડપાયો

મોરબીના એફિલ સિરામિકમાં રહેતા કૈલાશભાઈ ગોરેલાલ માલવી એ ટીબડી ગામના પાટિયા પાસે દારૂ પીધેલ હાલતમાં તેનું પ્લસર બાઈક એમપી-૩૯-એમડબલ્યુ -૬૫૯૩ ના નંબરવાળું બાઈક પુર ઝડપે અને દારૂ પીણું પીધેલ હાલતમાં હંકારતો જોવા મળી આવતા મોરબી તાલુકા પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો હતો.

(9)મોરબીમાં વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયો

મોરબીના મારબલ નામના કારખાના પાસે બે શખ્સો વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પડાયા હતા. (1)યુનુષભાઈ ઈશાભાઈ સુમરા (2)અશોકભાઈ બાબુભાઈ સવસેટા બંને ગેરકાયદેસર ઇગલિશ દારૂ રોયલ ગ્રીન ક્લાસીક બ્લેન્ડેડ વ્હીસ્કીની કંપની બોટલ નંગ.૧ કિ.રૂ.૩૦૦/-નો મુદામાલનો પોલીસ દ્વારા જપ્ત કરાયો હતો. અશોકભાઈ સવસેટા એ ઇગલિશ દારૂની હેરાફેરી કરતા મળી આવતા મોરબી એ-ડીવિઝન પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(10)મોરબીમાં દારૂ સાથે એક મહિલા ઈસમ ઝડપાઈ

મોરબીના ત્રાજપર વિસ્પાતાર પાસે રેઈડ પડતા વિનુબેન દિનેશભાઈ અદગામા એ ઘટના સ્થળે થી ગેરકાયદેસર દારૂ સાથે મોરબી સીટી પોલીસ દ્વારા તેની સામે દારૂ મળી આવ્યો હતો. આ મામલે મહિલા ની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(11)વાંકાનેરના આગમન હોટલ પાછળ દારૂ સાથે એક યુવક પકડાયો

વાંકાનેરના સરતાનપર રોડ પાસે આગમન હોટેલ પાછળ શૈલેષભાઈ બાબુભાઈ ભુરીયા એ ગેરકાયદેસર રીતે બચાકામાં દારૂ સાથે ઝડપાયો હતો.વાંકાનેર પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

(12)ટંકારાના પુલીકર પ્લાસ્ટિક કંપનીમાં અન્ય કારણસર આગ લાગતા મહિલા નું મોત નીપજયું

ટંકારાના પુલીકર પ્લાસ્ટિક કંપનીમાં કામ કરતી મહિલા રાધિકાબેન ગુડુભાઈ રાજભર એ કારખાનામાં રસોઈ બનાવતી વખતે કોઈ કારણસર આગ લાગતા તેને પહેરેલ કપડા ને અડકતા શરીર દાજી જતા પ્રથમ તેને ટંકારા હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.પછી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. પછી વધુ સારવાર અર્થે તેને રાજકોટ સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવી હતી. તે રાજકોટ સીવીલમાં બંશ વોડ માં દાખલ હતા ત્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડો.શ્રી આર.એમ શાહ એ તપાસી તા. ૧૮ ના રોજ ૮ વાગ્યે તેનું મરણ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેના લગ્નના ૬ વર્ષ થયા હતા અને તેના પરિવારમાં એક દીકરી અને સાસુ સસરા છે અને આગળની કાર્યવાહી પી .એસ. આઈ. એમ જે ધાધલસ ને સોપાઈ છે.

(1૩)હળવદના રાણેકપર ટાઉનબીટ પાસે એક ઇસમે ગળેફાસો ખાધો

હળવદના રાણેકપર ટાઉનબીટ પાસે રહેતા શનાભાઇ ગણેશભાઈ ઉડેચા એ તેના મોરબીવાળા ઘરે કોઇ કારણસર ગળેફાસો ખાય જતા મરણ ગયેલ હોય જેની ડેડબોડી ને હળવદ હોસ્પીટલમાં લાવવામાં આવી હતી અને આગળની તપાસ UHC એસ.ડી.સરૈયાને સોપવમાં આવી હતી.

(14)મોરબીના સનાળા ગામની સીમમાં ઓરડીમાંથી નીચે પડી જતા મોત નીપજ્યું

મોરબીના સનાળા ગામની સીમમા કરશભાઇ ભગવાનભાઇ ની વાડીમા આવેલ ઓરડીમાં તા.17 ના રોજ રાત્રીના દશેક વાગ્યાની આસપાસ ની ઓરડીમાં ઉપર કામ કરવા માટે સંગીતાબેન વિખલાભાઈ બામણીયા ચડેલ હતા તે દરમિયાન કોઈ કારણસર ઓરડી પરથી પડી ગયા હતા. તેઓ મરણ હાલતમાં જોવા મળ્યો હતા .તેના પિતા વિખાલાભાઈ એ સારવાર અર્થે હોસ્પીટલમાં લઈ જતા ત્યાં ફરજ પરના ડો.શ્રી એ તપાસ કરી પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને પીએમ માટે તેને એચ.સી. એમ એલ બારૈયાને સોંપતા નોંધણી કરાઈ હતી.

(15)મોરબીના કારખાનાની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ લેતા મોત

મોરબીના લીલાપર કેનાલ રોડ મહર્ષિ ટેકસ ટાઈલ્સ નામના કારખાનાની લેબર કોલોનીમાં તા.17 ના રોજ રાત્રીના દશેક વાગ્યાથી નરેન્દ્ર અતારસિંહ રાજપૂતએ તા.18 ના રોજ સવારના આઠ વાગ્યા પહેલા રૂમમાં પોતાની જાતે કોઈ અન્ય કારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો.આ બનાવ ની માહિતી સતીષભાઈ કરમશીભાઈ મોરડિયા એ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(16)માળિયાના ચીખલી ગામની પાસે દારૂ પીધેલ હાલતમાં એક ઈસમ ઝડપાયો

માળીયાના ચીખલી ગામે રહેતા સુરેશભાઈ રામજીભાઈ દેગામાએ વરડુસર શેરી પાસે જાહેરમાં કેફી દ્વવ્ય પીધેલ હાલતમાં જોવા મળી આવ્યો હતો.આ મામલે માળીયા પોલીસે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(17)ટંકારામાં દારૂ પીધેલ હાલતમાં એક ઈસમ ઝડપાયો

ટંકારાના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા કૈયુરભાઈ વિનુભાઈ ગોડલીયા દારૂ પીધેલ હાલતમાં ટંકારાની લતીપર ચોકડી પાસે જોવા મળ્યો હતો.આ મામલે કૈયુરભાઈ સામે ટંકારા પોલીસે તેની સામે ગુનાની નોંધણી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW