HomeGujaratમાટેલ ધામના દર્શન કરી પરત ફરતા મિત્રોને રોંગ સાઈડમાં આવેલ ટ્રકે...

માટેલ ધામના દર્શન કરી પરત ફરતા મિત્રોને રોંગ સાઈડમાં આવેલ ટ્રકે ઠોકર મારતા એકનું મોત

મોરબીમાં રહેતા ચાર મિત્રો ગત તા 16ના રોજ અલગ અલગ બે બાઈકમાં માટેલ ધામ ખાતે દર્શન માટે ગયા હતા અને દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે માટેલ ઢુવા રોડ પરથી ચારેય મિત્રો પરત ફરી રહ્યા હતા જેમાંથી એક બાઈકમાં પૃથ્વી રાજેશભાઈ પરમાર અને રોહિત વિપુલભાઈ ઝાલા અને બીજા બાઈકમાં વરુણ ઉર્ફે મિતુલ રાજુભાઈ વાઘેલા રોહન કાન્તીભાઈ નૈયા પરત ફરી રહ્યા હતા રોહન અને મિતુલ આગળ નીકળી ગયા હતા જજયારે પૃથ્વી અને રોહિત પાછળ આવતા હતા તે દરમીયાન જીજે ૧૨ એક્સ ૫૯૪૪ નંબરનો ટ્રક પુર ઝડપે રોંગ સાઈડમાં ધસી આવ્યો હતો અને બાઈકને ઠોકર મારી હતી જેથી બન્ને મિત્રો પટકાયા હતા આ દરમિયાન રોહિત વિપુલભાઈ ઝાલાને માથાના ભાગે વ્હીલ ફરી જતા તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું બનાવને પગલે લોકો એકઠા થઇ જતા ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો ઘટનામાં પૃથ્વીને ઈજા પહોચતા પ્રથમ વાંકાનેર સિવિલ બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો
બનાવ અંગે પૃથ્વીએ ટ્રક ચાલક સામે નોધાવેલી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW