HomeGujaratટંકારાના નેકનામ પડધરી રોડ પર કાર પલટી, બે સગા ભાઈના મોત

ટંકારાના નેકનામ પડધરી રોડ પર કાર પલટી, બે સગા ભાઈના મોત

ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પર આજે ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. જેમાં આજે બપોરના સમયે નેકનાંમથી પડધરી તરફ જઈ રહેલી GJ 03 NF 6642 નંબરની સ્વિફ્ટ કાર પલ્ટી ખાઇ જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અલ્તાફ હૈદરભાઈ જેડા ઉ.વ.૨૪ અને સોયબ હૈદરભાઈ જેડા ઉ.વ. ૩૬ રહે બંને. વિશિપરા મોરબીના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બન્ને મૃતક યુવકો સગા ભાઈઓ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. એક જ પરિવારના જુવાનજોધ બે ભાઈઓ કામ સબબ નેકનાંમથી પડધરી તરફ જઈ રહ્યા હોય ત્યારે કાર ઓચિંતા પલટી મારતા બન્ને ભાઈઓના મોત થવાથી તેમના પરિવાર અને વીસીપરા વિસ્તારમાં ભારે શોક વ્યાપી ગયો હતો અને એક જ ઘરેથી બે જનાજા ઉઠતા પરિવાર હિબકે ચડ્યો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW