મોરબી શહેરના સામાં કાઠા વિસ્તારમાં આવેલા રામ કૃષ્ણ સોસાયટીમાં રહેતા ગૌરીબેન મનુભાઈ ડુંગરાના દીકરા નવઘણ સાથે વેલાભાઇ રાવળ અને જયુભા દરબાર નામના શખ્સ સાથે કોઈ બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી બન્ને આરોપી તેના ઘરે ધસી આવ્યા હતા અને નવઘણપર હુમલો કરી ઢીકા પાટુંનો માર મારી ઈજા પહોચાડી હતી આ ઉપરાંત ગૌરીબેનના બીજા દીકરા કારુભાઈને વાહન અક્સમાત ઈજા પહોચી હોવાથી તેઓ હોસ્પીટલમાં દાખલ ત્યાં આરોપીઓ પહોચ્યા હતા અને કારુભાઈ ને ગાળો ભાંડી હતી અને માથાકૂટ કરી હતી
આરોપીઓએ ગૌરીબેનના ઘરમાં તોડ ફોડ કરી હતી અને તના ઘર બહાર શેરીમાં રાખેલી ચપ્પલની લારીમાં આગ લગાવી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે વૃધ્ધાએ આરોપીઓ સામે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી