મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલી કીઝલેન્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની એક ગંભીર બેદરકારી સામે આવી છે.ખાનગી શાળા દ્વારા બે વર્ષ પહેલાં તેની શાળામાં જેનીશ વિકાસભાઈ મિંડા નામના બાળકને ધોરણ 6 માં પ્રવેશ આપ્યો હતો.જોકે આ પ્રવેશ વખતે શાળાનું જે લિવિંગ સર્ટિફિકેટ મેળવવાનું હોય તે સર્ટિ ફિકટ વિના પોતાની શાળામાં પ્રવેશ આપી દિધો હતો અને આં શાળા તેનો ઓનલાઇન યુઆઈડી નંબર જનરેટ કરાવવાનો હતો તે પણ કર્યા વિના બે વર્ષ અભ્યાસ કરાવ્યો બાદમાં તેનું ધોરણ8 પૂર્ણ કરવી ધોરણ9માં પ્રવેશ માટે લિવિંગ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધું જોકે આં સર્ટિ ફિકેટમાં પણ બાળકના ઓરીજીનલ પીતાં કે અટક ના બદલે અન્ય એક વ્યક્તિના કે જેનું નામ અશોકભાઈ કિશન ચંદ તુલસીયાણી હતું તેનું નામ અને અટક વાળું તમામ પ્રકારના નીતિ નિયમ નેવે મૂકી તૈયાર કરી દીધું હતું. આ પ્રમાણ પત્ર આધરે જેનીશનું બીજીજ્ઞાન ગંગા નામની માધ્યમિક શાળામાં એડમીશન પણ થઈ ગયું હતું.
જોકે આ શાળાની બેદરકારી ત્યારે સામે આવી જ્યારે અશોકભાઈ કિશનચંદ તુલસીયાણીને તેના નામનો દુરુપયોગ કરી શાળાના પ્રવેશ થયા હોવાની જાણ થઈ તેઓએ સૌ પ્રથમ બાળક હાલ જે શાળામાં ભણતો તે શાળામાં તપાસ કરી હતી જેમાં. જેનીશ અશોકભાઈ તુલસિયાણી નામનો બાળક ભણતો હોવાનું અને તેનું એડમીશન વાકાનેરની આં કીઝની લેન્ડ સ્કૂલના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આધારે થયું હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેઓએ આં કિઝની લેન્ડ શાળામાં તપાસ કરતા શાળાએ તમામ નિયમ નેવે મૂકી એડમીશન લીધું હોવાનું સામે આવ્યું હતું .જેથી આ અંગે અશોકભાઈ કિશનચંદ તુલસીયાણી દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં અને જિલ્લા કલેકટરને ફરિયાદ કરતા સમગ્ર ઘટનાં અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ કરવા આદેશ કર્યો હતો.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરી હતી જેમાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 7 માં અભ્યાસ વખતે બાળકનો જી આર નંબર 2671 હતા અને જેમાં તેનું નામ જેનીશ વિકાસભાઈ મીંડા હતું.તેની માતા સુનિતા બેને શાળામાંથી લિવિંગ સર્ટિફિકેટ લઇ ગયા હતા જોકે તેઓએ જ્યારે કિઝલેન્ડ ઇંગલિશ મિડીયમ સ્કૂલમાં. પ્રવેશ મેળવ્યો ત્યારે લિવિંગ સર્ટિફિકેટ રજુ કર્યું ન હતું અને માત્ર બાળક અને માતાં આધારકાર્ડ આધારે પ્રવેશ આપી દિધો હતો. બે વર્ષ દરમિયાન ખોટા નામ આધારે અભ્યાસ કરાવ્યા બાદ લિવિંગ સર્ટિફિકેટમાં પણ અશોકભાઈ તુલસીયાણી નામ હોવાનું સામે આવ્યું હતું.જેથી પ્રાથમિક દ્વષ્ટિએ બાળકના નામમાં છેડછાડ.અને નિયમ ભંગ કીઝનીલેન્ડ સ્કૂલમાં થયું હોવાનું સામે આવ્યું છે.જોકે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના તપાસ રિપોર્ટ બાદ આગળ શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું