મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં બ્રિજ રીપેરીંગની જવાબદારી જે કંપનીને સોંપવામાં આવી હતી તે દેવ પ્રકાશ સોલ્યુસન ના સુપરવાઇઝર દિવાંગ પરમારની જામીન અરજી લાંબા સમયથી પેન્ડિંગ છે જેના પર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સમીર જે દવે એ નોટ બી ફોર મી કરી હતી જેથી હવે આ જામીન અરજી ની સુનવણી અન્ય કોર્ટમાં થશે
મોરબી ઝુલતા પુલ તૂટી પડવાની દુર્ઘટના માં મોટાભાગના આરોપીઓને જમીન મળી ગયા બાદ ઝુલતાપુલ રીપેરીંગ ની જવાબદારી જે કંપનીને સોંપવામાં આવી હતી તે દેવ પ્રકાશ સોલ્યુસન ના સુપરવાઈઝર દેવાંગ પરમાર દ્વારા પણ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે આ જામીન અરજી લાંબા સમયથી પેન્ડિંગ છે જોકે ગઈકાલે જસ્ટિસ સમીર જે દવે એ આ જામીન અરજી નોટ બીફોર મી કરી હતી જેને પગલે હવે આ અરજીની સુનવણી અન્ય કોર્ટમાં મૂકવામાં આવશે
ઝુલતા પુલ દુર્ઘટનાને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ કરેલી સુઓ મોટો પીઆઈએલ ચીફ જસ્ટીસના વડ પણ હેઠળની બેંચ સમક્ષ સુનવણી અર્થે પડતર છે ઉલ્લેખનીય છે કે 30 ઓક્ટોબર 2022 ના રોજ મોરબીના ઝુલતો કુલ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે સૌથી વધુ ઘાયલ થયા હતા. આ બનાવમાં અગાઉ ત્રણ સિક્યુરિટી ગાર્ડ ટિકિટ ક્લાર્ક સહિતના આઠ આરોપીને હાઇકોર્ટ માંથી જામીન મળ્યા છે જ્યારે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે