ઉનાળો શરૂ થતાં જ કાળઝાળ ગરમીમાં મહિલાઓનો પાણીનો કાળો કકળાટ,અનેક મહિલાઓએ ઘણા સમયથી પાણી ન આવતા ઉગ્ર દેખાવો કરી તંત્રનો કાન આમળ્યો
હાલ ચૂંટણીની સીઝન ચાલી રહી છે અને રાજકીય પક્ષના ઉમેદવાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નલ સે જલ યોજનાની મસમોટી જાહેરાત કરી રહી છે અને ઉમેદવારો તેના નામે મતદારો પાસેથી મત માગી રહ્યા છે જોકે નલ સે જલ નહી પણ લોકો સાથે છલ થઇ રહ્યું હોય તેવી સ્થિતિ બની ગઈ છે મોરબીના છેવાડાના વિસ્તારમાં ઘણા સમયથી પીવાનું પાણીનું એક ટીપું ન આવતા રોજે રોજની પાણીની હૈયા હોળીથી કંટાળીને મહિલાઓ વિફરી હતી અને મહિલાઓએ ઘરમાંથી જે હાથમાં લાગ્યું તે સાધન એટલે ખાસ પીવાના પાણીનો સંગ્રહ કરી શકાય એવા રોજિંદા વપરાશના સાધનોમાં બેડા, ડોલ સહિતના વાસણો લઈ ઘરની બહાર નીકળીને તેમના મગજ ઉપર પાણીની ધૂન એટલી બધી સવાર થઈ ગઈ હતી કે, બધી મહિલાઓએ હાથમાં બેડા રાખી હાથેથી વગાડી પાણી આપો.. પાણી આપો… ના તાલબદ્ધ નારા લગાવી અને તેના તાલે ઝૂમી ઉઠી અડધો કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે મહિલાઓએ બેડા માથે પણ ફટકારી તેમજ હાથેથી પણ વગાડી પાણી આપોની તંત્રના નામના છાજીયા પણ લઈને નપાણિયા તંત્રને તેની પાણી વિતરણ કરવાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે તેવી ટકોર કરી હતી.
મોરબીના વીસી પરા વિસ્તાર અંદર આવેલ છેવાડાના વિસ્તાર પ્રકાશ પાર્ક વિસ્તારની મહિલાઓ નું ટોળું પાણી મુદ્દે બેડા સાથે રોડ ઉપર ઘસી આવીને તંત્રની નિભરતાની પોલ ખોલી હતી. આ મહિલાઓએ પાણી મુદ્દે એવો કકળાટ ઠાલવ્યો હતો કે,છેલ્લા છ મહિનાથી ક્યારે પાણી આવે છે એના ટાઈમ ટેબલના કોઈ નેડા જ હોત નથી.ઘણીવાર એકાતરા તો અમુક વાર ઘણા દિવસોએ પાણી આવતું હોય અને હવે તો છેલ્લા દસ દિવસથી પાણી આવતું જ હોવાથી મહિલાઓ રોષે ભરાઈ ગઈ હતી અને ઉગ્ર રજૂઆત કરી હતી.માણસ માટે પણ પીવાનું પાણી નથી પશુઓને કેમ પીવડાવવું .
એક વૃદ્ધાએ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી કે, તેમના વિસ્તારની છેલ્લી શેરીમાં પરિવારમાં નાના બાળકો તેમજ ઢોરા સાથે રહેતા હોય પણ છેલ્લા છ મહિનાથી પાણી આવતું જ નથી. ઘરમાં અમે વૃદ્ધો તેમજ બાળકો હોય હવે આ ઉંમરે અમે પાણી મેળવવા ક્યાં જાય ? છતાં તંત્રને અમારી હૈયા વરાળ પાણા વગર બુઝાતી ન હોય તેનો અહેસાસ કરવા માટે બેડા લઈને પાણી ભરવા નીકળી દર દર ભટકવા છતાં પાણી ન મળતા નગરપાલિકામાં જાવ છું

