મોરબી માળિયા નેશનલ હાઈવે પર ટીંબડી ગામ નજીક આવેલા સત્યમ કોલ નામના કોલસાના યુનિટમાં વહેલી સવારે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. આગે ગણતરીની મીનીટમાં ગંભીર રૂપ લીધું હતું કોલસા યુનિટમાં હાજર લોકોએ ફાયર વિભાગમાં જાણ કરતા મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોચી હતી અને પાણીનો મારો ચલાવી ગણતરીની મીનીટમાં આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવમાં સદ નસીબે કોઈ જાનહાની થઇ ન હતી.