HomeGujaratમાળીયાના મેળામાં બોલાચાલી બાબતે સુરજબારી પાસે હોટલ ટોળાનો હલ્લાબોલ સ્કોર્પિયોમાં તોડફોડ

માળીયાના મેળામાં બોલાચાલી બાબતે સુરજબારી પાસે હોટલ ટોળાનો હલ્લાબોલ સ્કોર્પિયોમાં તોડફોડ

કચ્છનાં પ્રવેશદ્વાર સુરજબારીની હોટલે થયેલી બોલાચાલીમાં માળિયાના 18 શખ્સો સામે રાયોટીંગની ફરિયાદ નોંધાઈ છે.
ભચાઉ તાલુકાના શિકારપુરની જસાપરવાંઢમાં રહેતા જુસબ કાસમ ત્રાયા નામના યુવાને સામખીયાળી પોલીસમાં ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે, મોટાભાઈ ઇમરાન ત્રાયા માળિયા તાલુકાના ઝીંઝુડા ખાતે આવેલા કોઠાવારા પીરના મેળામાં ગયા હતા ત્યારે આરોપીઓ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી જેનું મનદુઃખ રાખીને જુસબ કાસમ ત્રાયા અને ઇમરાન સુરજબારી પુલ પાસે આવેલી કિસ્મત હોટલ પર બેઠા હતા ત્યારે રાતના 12:30 થી પોણા એક વાગ્યાના અરસામાં આરોપીઓ એક સંપ કરી સ્વીફ્ટ, બોલેરો, ક્રેટા અને i20 ગાડીમાં આવ્યા અને પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા પ્રાણઘાતક હથિયાર ધારણ કરી ફરિયાદી અને સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્કોર્પિયો ગાડીના કાચ તોડી નુકસાન કર્યું હતું.જેથી માળિયા મીયાણાના ખીરઇ ગામના સમીર સાઉદીન જેડા,મોરબીના વીસીપરા વિસ્તારના સાજીદ સાઉદીન જેડા, નુરા સાઉદ્દીન જેડા,સિરાજ ઉર્ફે સીદી બાદશાહ ફતેમહમદ કટિયા, અસરફ સાઉદીન જેડા,પ્રીતિઓ કોલી,બુલંગીયો કોલી અને નવાગામના હનીફ મુરાદ કટિયા અને 8 થી 10 અજાણ્યા ઇસમો વિરુદ્ધ રાયોટીંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવતા સામખીયાળી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW