જિલ્લાની ત્રણ બેઠકના કુલ 1,92,411 યુવા મતદારો કરશે બે સાંસદના ભાવીનો નિર્ણય
લોકસભા ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત રાજ્યની 26 બેઠકમાં આગામી 7 મે ના રોજ મતદાન થવાનું છે.
જેને લઇ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઈ મોરબી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આખરી યાદી તૈયાર કરી દીધી છે. મોરબી જિલ્લાની મોરબી માળિયા, વાકાનેર કુવાડવા અને ટંકારા પડધરી વિધાનસભા બેઠક કે કચ્છ અને રાજકોટ લોકસભા બેઠકમાં આવે છે આ બન્ને લોકસભા બેઠકમાં કુલ 8,28,925 મતદારો નોધાયા છે. જેમાંથી 1,92,411 યુવા મતદારો નોધાયેલ છે આ યુવા મતદારો 7 મે ના રોજ બે બેઠકના સાંસદને ચૂંટી મોકલવા તૈયાર બેઠા છે. તેમાં પણ 18,211 એવા મતદારો નોધાયા છે આ તમામ મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

બેઠક મુજબ જોઈએ તો મોરબી માળિયા 5594 મતદારો, ટંકારા પડધરી બેઠકમાં 6073 મતદારો અને વાંકાનેર બેઠકમાં 6544 મતદારો છે. જે પ્રથમ વખત પોતાના અધિકારનો ઉપયોગ કરવા તત્પર છે આ ઉપરાંત 20 થી 29 વર્ષના 1,74,200 યુવા મતદાર છે જે જેમાંથી અગાઉ વિધાનસભામાં અને ગત લોકસભામાં મતદાન કર્યું છે. અને ફરી એકવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી યુવા શક્તિનો પરિચય આપશે આ યુવા મતદારો તેમના વિચાર તેમના પસંદગીના ઉમેદવારને દિલ્હી પહોચાડવામાં પોતાનું યોગદાન આપશે.
યુવા સંચાલિત મતદાન મથક બનાવશે
યુવાનોની શક્તિ અને સામર્થ્યને પ્રોત્સાહન આપવાના નવા ઉદેશથી કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત યુવા પોલીંગ સ્ટાફને પ્રતિનિધિત્વ આપતું મતદાન બુથ બનાવશે જે એક વિધાનસભા બેઠકમાં એક એક યુવા સંચાલિત મતદાન મથક બનાવશે