મોરબી જીલ્લો બન્યાને 10 વર્ષ જેટલો સમય થયો પરંતુ ગુજરાત બહાર મુસાફરી માટે રાજકોટ પર જ નિર્ભર રહેવું પડે છે મોરબીને વર્ષોથી લાંબા અંતરની રેલ્વે ફાળવવા વર્ષો જૂની માંગણી છે પરંતુ નેતાઓ આટલા વર્ષોથી લાંબા અંતર એક ડેઈલી ટ્રેન નથી ફાળવી શક્યા આટલું ઓ છું હોય તેમ 5 વર્ષ પહેલા મોરબીને એરપોર્ટ સુવિધા આપવાની મસમોટી જાહેરાત થયા બાદ તેના માટે જમીન ફાળવાઈ બજેટ પણ ફાળવાયું હતું કામગીરી પણ શરુ કર્યા બાદ અચાનક આ કામગીરીને બ્રેક લાગી જતા મોરબીવાસીઓને હવાઈ મુસાફરીનું સપનું પણ હાલ સપનું બનીને રહી ગયું છે રાજ્ય સરકાર દ્વારા ઉડાન યોજના અંતર્ગત મોરબીના રાજપર ખાતે રાજાશાહી સમયના એરોડ્રામને ડેવલોપ કરી ત્યાં એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી હતી અને તેના ભાગરૂપે રાજપર ગામમાં એરોડ્રામ તેમજ આસપાસની જમીન ફાળવણી કરવામાં આવી છે અને એરપોર્ટ નિર્માણ માટે રૂ 40 કરોડ જેટલી રકમ મંજુર કરવામાં આવી હતી અલગ અલગ ત્રણ તબક્કામાં થનારા આ કામ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં એરપોર્ટ ફરતે બાઉન્ડ્રી વોલ બનાવવા જુલાઈ 2021માં રૂ 7 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા અને બાઉન્ડ્રી વોલનું કામ શરુ કરાયું હતું આ બાઉન્ડ્રી વોલ બનાવવાનું કામ માર્ગ મકાન વિભાગને સોપવામાં આવતા મોરબી માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી શરુ કરવામાં આવી હતી 50 ટકા જેટલી કામગીરી થયા બાદ સ્થાનિક ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવતા આ કામગીરી અટકી પડી હતી જોકે બાદમાં ખેડૂતોની માંગણી મુજબ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ની ખાતરી મળતા કામગીરી ફરી શરુ થઇ ગઈ હતી
હવે આ બાઉન્ડ્રી વોલની કામગીરી મહદ અંશે પૂર્ણ થઇ ગઈ છે હવે બીજા તબક્કામાં એરપોર્ટ રન વે, જમીન સમતળ કરવા તેમજ કન્ટ્રોલ રૂમ માટેના જરૂરી સ્ટ્રક્ચરનું કામ કરવાનો છે અને આ કામગીરી શરુ કરવા મોરબી માર્ગ મકાન વિભાગ દ્વારા જરૂરી રીપોર્ટ (ગુજસેલ ) ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લીમીટેડને મોકલી આપવામાં આવ્યો છે જોકે આ મંજુરી રીપોર્ટ પર ના પણ મહિનાઓ થવા છતાં ત્યાંથી કોઈ પ્રત્યુતર ન મળતા કામગીરી લટકી પડી છે. ગુજસેલ દ્વારા ક્યા કારણોસર ફાઈલને મંજુરી નથી આપવામાં આવતી તે અંગે પણ કોઈ માહિતી સામે આવી શકી નથી
રાજપર ખાતે મંજુર થયેલા એરપોર્ટ નિર્માણનું કામ ત્રણ તબક્કામાં કરવાનું છે. માર્ગ મકાન વિભાગને સોપવામાં આવ્યું હતું અને અમારા વિભાગ દ્વારા જરૂરી મંજુરી મળી ગયા બાદ પ્રથમ તબક્કાના ભાગરૂપે બાઉન્ડ્રી વોલની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી હવે આ બાઉન્ડ્રી વોલ કામગીરી મહદ અંશે પૂર્ણ થઇ જતા બીજા તબક્કાની કામગીરી શરુ કરવા મંજુરી આપવા ગુજસેલને અરજી કરી દેવામાં આવી છે તેની મંજુરી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.તેમ કાર્યપાલક ઈજનેર ડી કે સોલંકીએ જણાવ્યું હતું