મોરબી એલસીબીએ અમદાવાદ કચ્છ હાઈવે પરથી બે દિવસ પહેલા એક ટ્રકમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોય અને આ બાતમી આધારે વોચ ગોઠવી અમદાવાદ તરફથી આવતા RJ-52-GA-4919 નંબરના ટ્રકને અટકાવી તેની તલાસી લીધી હતી અને તેની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ અને બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો જેથી એલસીબીએ ટ્રક ચાલકની અટકાયત કરી મુદામાલ માળિયા પોલીસ મથક હવાલે કર્યો હતો દારૂની ગણતરી કરતા ટ્રકમાંથી અલગ અલગ બ્રાંડની દારૂની રૂ66,02,400 લાખની કિમતનો 23820 બોટલ વિદેશી દારૂ અને 6700 ટીન બીયર એમ કુલ રૂ 72.44 લાખનો દારૂ બીયરનો જથ્થો ઉપરાંત ટ્રક સહિતનો રૂ 1,07,92,790 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને ટ્રક લક ,મોહિન્દરસિંગ રશલ સિંગ નામના મૂળ જમ્મુ કશ્મીરના શખ્સને ઝડપી લીધો હતો આરોપી ની પૂછ પરછ કરતા આ દારૂ પંજાબના બીટુભાઈ અને ઉતર પ્રદેશના અરમેશબાબુએ મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું બાદમાં આજે ઝડપાયેલ મોહિન્દર સીંગ રશલસિંગ ને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો અને દારૂ હેરાફેરી નો ભેદ ઉકેલવા 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.કોર્ટે11દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આં ઉપરાંત તેની પૂછપરછ દરમિયાન આરોપી આં ટ્રક મુન્દ્રા સુધી લઈ જતા હોવાનું જણાવ્યું હતું મુન્દ્રા ટોલ નાકાપાસે પહોંચ્યા બાદ આગળ નું લોકેશન મળવાનું હતું જોકે તે પહેલાં જ ટ્રક પકડાઈ જતા લોકેશન સામે આવ્યું ન હતું.પોલીસ તપાસમાં 20 દિવસ પહેલા મુન્દ્રા માં એક ટ્રક ખાલી કરી ગયો હોવાનું સામે આવ્યુ હતું.જોકે આ કેટલાનો મુદ્દામાલ હતો તે હજુ સુધી પોલીસ તપાસમાં સામે આવ્યું નથી

