માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 22 વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ જિલ્લા ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ સ્ટાફ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે નાસતો ફરતો આરોપી પ્રવીણભાઇ સુંદરજીભાઇ કાવર રહે. લક્ષ્મીવાસ તા.માળીયા મી. જી. મોરબીવાળો હાલે અમદાવાદ ખાતે રહેતો હોવાની ચોક્કસ બાતમી મળતા જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ટાફ સાથે અમદાવાદ ખાતે જઇ તપાસ કરતા છેતરપીંડીના ગુનાનો નાસતો ફરતો આરોપી પ્રવીણભાઇ સુંદરજીભાઇ કાવર ઉ.વ.55 રહે.લક્ષ્મીવાસ તા.માળીયા મી. જી.મોરબી વાળો મળી આવતા આરોપીને બાપુનગર આમ્રપાલી સોસાયટી ખાતેથી હસ્તગત કરી તપાસ અર્થે મોરબી લાવી આરોપીને છેતરપિંડીના ગુનામાં અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે માળીયા મીંયાણા પો.સ્ટે.ને સોપી આપેલ છે.

