મોરબી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નાણાકીય વર્ષ 2023 -24 વર્ષમાં જ વધુને વધુ પ્રમાણમાં વેરા વસુલાત થાય જેથી આગામી વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં વધુને વધુ વિકાસ કામ કરવા ગ્રાન્ટ ફાળવી શકાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પાંચેય તાલુકાના ટીડીઓ તેમજ ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓને ટેક્સ ઉઘરાવવા સુચના આપી હતી અને તેના આધારે ગ્રામ્ય વિસ્તારમાં વેરો વસુલવાની કામગીરી શરુ કરવામાં આવી હતી .મોરબી જિલ્લાની 363 ગ્રામ પંચાયતમાં નોધાયેલ મિલકત પર રૂ 23 .50 કરોડનું માંગણૂ હતું જેમાંથી એક વર્ષના અંત સુધીમાં રૂ 12.50 કરોડની વસુલાત કરવામાં આવી હતી. ટકાવારી મુજબ 54 ટકા જેટલી વસુલાત જોવા મળી છે આ વર્ષે રાજ્યની વિવિધ જિલ્લામાં ગ્રામ પંચાયતની કુલ વસુલાત 27 ટકા છે જેની સામે મોરબી જીલ્લાની બમણી વસુલાત એટલે કે કુલ માંગણાના 54 ટકા થઇ છે હોવાનું જણાવી ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને હોવાનો દાવો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છેમોરબી જિલ્લાના 30 ગામ એવા છે કે જેની 100 ટકા ટેક્સની વસુલાત થઇ છે તો 89 ગામ એવા પણ સામે આવ્યા હતા જેની પાસે 80 ટકાથી વધુની વસુલાત થઇ છે તાલુકા મુજબ જોઈએ તો સૌથી વધુ 100ટકા વસુલાત હળવદ તાલુકાના ગામડામાં છે હળવદ તાલુકામાં 100 ટકા વસુલાત વાળા 13 ગામ છે. મોરબી તાલુકામાં 08 ગામ, વાંકાનેર તાલુકાના 04 ગામ, ટંકારા તાલુકાના 04 ગામ અને માળિયા તાલુકામાં 01 ગામ મળીને કુલ 30 ગ્રામ પંચાયતોમાં 100 ટકા વસુલાત કરવામાં આવી છે તેમજ 80 ટકાથી વધુ વસુલાત વાળા ગામોમાં હળવદના 37 , મોરબીના 22 , માળિયાના 05 , ટંકારાના 07 અને વાંકાનેરના 18 ગામો મળીને કુલ 89 ગામો તેમજ 50 ટકાથી વધુ વસુલાત વાળા હળવદમાં 27 , માળિયામાં 35 , મોરબીમાં 68 , ટંકારામાં 28 અને વાંકાનેરના ૫૨ મળીને કુલ 210 ગામોનો સમાવેશ થાય છે
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વેરા વસુલાત માટે જાગૃતિ આવે અને ગ્રામ પંચાયત વધુને વધુ ટેક્સ ઉઘરાવી શકે તે અંતે પ્રોત્સાહન યોજના ચલાવવામાં આવે છે જે અંતર્ગત જે ગ્રામ પંચાયત કુલ ડીમાંડના 80 ટકા કરતા વધુની રકમ વસુલાત કરે તેને એક્સ્ટ્રા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે જિલ્લાની જે વેરા વસુલાતને કારણે 80 ટકાથી વધુ વસુલાતથી ગ્રામ પંચાયતોને કુલ 1.23 કરોડની ગ્રાન્ટ મળશે