Wednesday, December 11, 2024
HomeGujaratમોરબીમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ આવે તે માટે ગૌશાળા ધરાવતા લોકોનું સ્નેહ...

મોરબીમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ આવે તે માટે ગૌશાળા ધરાવતા લોકોનું સ્નેહ મિલન મળશે

Advertisement

મોરબી જિલ્લામાં ગૌશાળા ધરાવતા તથા ગૌશાળા કરવા ઇચ્છુક લોકો માટે નિશુલ્ક તાલીમ સહ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન તારીખ ૪/૪/૨૦૨૪ ને ગુરુવારે ગેલેક્સી પ્રાકૃતિક ફાર્મ, સજનપર(મોરબી) ખાતે રાખેલ છે. તાલીમમાં ૬૦ થી ૭૦ વ્યક્તિઓનો સમાવેશ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. તો ગૌશાળા ધરાવતા કે ગૌશાળા કરવા ઇચ્છુક વ્યક્તિઓ રજીસ્ટ્રેશન માટે વહેલી તકે મને ૯૪૨૬૨૩૨૪૦૦ નંબર પર વોટસએપ કરવાં જણાવ્યું છે . પ્રાકૃતિક  ખેતીમાં રસ ધરાવતા લોકો પણ આવકાર્ય છે.સમય  સવારે ૯.૩૦ થી ૧.૦૦ રહેશે. ભોજન વ્યવસ્થા રાખેલ છે. તાલીમમાં ફિલ્મ શો, પ્રેક્ટીકલ તથા સાહિત્ય દ્વારા નિશુલ્ક તાલીમ રાખેલ છે. હાલ ૩૦ જેટલા નામ ફાઈનલ થઇ ગયેલ છે. તાલીમમાં બગથળા નકલંક મંદિરના મહંત  દામજીભગત, ભરત પરસાણા, પ્રાણજીવન કાલરિયા, જિલેશ કાલરિયા, ડૉ. મનુભાઇ કૈલા વગેરે ગૌપ્રેમીઓ માર્ગદર્શન આપશે.રજિસ્ટ્રેશન થયા બાદ વોટસએપ વડે ગેલેક્સી ફાર્મનું લોકેશન આપવામાં આવશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,093FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW