ઘર બને મંદિર અને સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઇફ હેઠળ પ્રવચનો આપ્યા :જ્ઞાનવત્સલ સ્વામીએ મોરબીના ઉદ્યોગકારોને સ્ટ્રેસ મેનેજમેન્ટના પાઠ ભણાવ્યા
મોરબીમાં આવેલ બીએપીએસ સ્વામિ નારાયણ મંદિરે જ્ઞાનવત્સલ સ્વામીની હાજરીમાં “ઘર બને મંદિર અને સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઇફ” જુદાજુદા પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોજ ઘરસભા કરવી અને નીતિમત્તાથી જીવન જીવશો તો ક્યારેય પણ ઉધોગ, ધંધા, અને ઘરમાં જરાય પણ તકરાર થશે નહીં તેવા પ્રમુખ સ્વામીએ અગાઉ આપેલા આદર્શ જીવનના લક્ષણોને સીરામીક સહિતના ઉધોગકારોને જીવનમાં ઉતારીને આચરણ કરવાની હાકલ કરી હતી.
મોરબીમાં મયુર પુલ અને ઝૂલતાપુલ નીચે વહેતી મચ્છુ નદીના કાંઠા પાસે આવેલ નવા આકાર લઈ રહેલા બીએપીએસ મંદિર ખાતેના સભાખંડમાં જ્ઞાનવત્સલ સ્વામીની હાજરીમાં યોજાયેલા પ્રવચનોમાં જ્ઞાનવત્સવ સ્વામીએ સીરામીક સહિત ઉધોગકારો અને વિશાલ જનમેંદનીને સંબોધતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ઘરો તૂટતા હોય ત્યારે ઘર જ મંદિર કેવી રીતે બને તેવું ઉદાહરણ સાથે સમજાવીને દરેક ઘરે સભા કરવી અને ઘરસભામાં બધા જ સભ્યોએ ક્યાં ક્યાં મુદ્દે તંદુરસ્ત ચર્ચા કરવી એની પણ વિગતો આપી હતી. જ્યારે જ્ઞાનવત્સલ સ્વામીએ મોરબી સિરામિક એસો.ના ઉદ્યોગકારો સહિતના પેપર મીલ, મીઠા ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ વગેરે ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તેમજ પ્રબુદ્ધ નાગરિકોને સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઇફ ઉપર પ્રવચન આપ્યું હતું જેમાં તેમણે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી કેટલાક દ્રષ્ટાંગો આપીને સ્ટ્રેસ મુક્ત કઈ રીતે રહી શકાય તેની સમજણ આપી હતી.