શહેરને સ્વચ્છ રાખવાની પાલિકા અને શહેરીજનોની સરખી જવાબદારી આવી પ્રવૃત્તિથી બીજાને હેરાનગતિ
મોરબી શહેરને સ્વચ્છ બનાવવા પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને શહેરના મુખ્ય માર્ગો અને ચોક વિસ્તારમાં સફાઈ હાથ ધરી હતી બાદમાં શહેરના કેટલાક વિસ્તારમાં કચરા કલેક્શન માટે ટ્રેક્ટર ટ્રોલી મૂકવામાં આવી હતી. અને પાલિકા દ્વારા કચરો એકઠો થયા બાદ તે ટ્રોલી ડમ્પિંગ સાઈટ સુધી લઇ પહોચાડવામાં આવતો હતો જોકે થોડા દિવસ પહેલા મોરબીના લખધીરગઢ વિસ્તાર ચોકમાં ટ્રોલી અજાણ્યા ટીખળખોર ટોળકી દ્વારા કચરામાં આગ લગાવી દેવામાં આવી હતી આ આગ ઝડપથી પ્રસરી જતા આગ ટ્રેક્ટર ટ્રોલી સુધી પહોચી જતા ટ્રોલીનું સળગી ગઈ હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો જેથી ટ્રોલીને વધુ નુકશાન થતા બચી ગયું હતું બીજી તરફ દરબારગઢ વિસ્તારમાં પણ રાખવામાં આવેલા ટ્રેક્ટર ટ્રોલી જેક પર ઉભી કરાઈ હતી તે જેકની ચોરી થઇ ગઈ હતી પાલિકાની મિલકતને અસામાજિક તત્વો દ્વારા નુકશાન કરવામાં આવતા પાલિકાની ટીમ દ્વારા અન્ય સ્થળોએ રાખેલી ટ્રોલી હટાવી દેવામાં આવી હતી
શહેરને સ્વચ્છ રાખવાની જેટલી જવાબદારી પાલિકાની છે તેટલી શહેરીજનોની છે પાલિકાની મિલકત લોકોની મિલકત છે તેને થતા નુકશાનથી અંતે શહેરીજનોને જ નુકશાન થતા હોય છે પાલિકા દ્વારા આ રીતે બીજા વિસ્તારમાંથી ટ્રોલી હટાવી લેતા બીજા વિસ્તારની સફાઈ ઝુંબેશને અસર પહોચી હતી અને તેના કારણે ફરી એકવાર શહેરમાં ગંદકીના ગંજ ખડકાવવા લાગ્યા છે મોરબી શહેરમાં પાડાના વાંકે જાણે પાલિકાએ પખાલીને ડામ દીધો હોય તેવી સ્થિતિ બની છે