Wednesday, June 12, 2024
HomeGujaratમોરબીના માર્કેટ યાર્ડમાં ઘઉની પુષ્કળ આવક પણ ઓછા ભાવથી ખેડૂતોમાં નારાજગી

મોરબીના માર્કેટ યાર્ડમાં ઘઉની પુષ્કળ આવક પણ ઓછા ભાવથી ખેડૂતોમાં નારાજગી

ઘઉંની મબલખ આવક વચ્ચે ગત વર્ષ કરતા 50 રૂપિયાનો વધારાના વેપારીના દાવા સામે ઘઉંના ભાવમાં કઈ કાઢી લેવાનું નથી ખેડૂતોનો બળાપો

મોરબી તાલુકામાં રવિ સિઝન પુરી ઘયા બાદ હવે ઉનાળુ વાવેતર શરૂ થઈ ગયું હોય પણ ખેતરમાં વાવેલા ઘુંઉ સહિતના પાકો તૈયાર થઈ ગયા હોય આ પાકોને ખેતરથી ટ્રેક્ટર સહિતના વાહનોમાં બાચકા ભરીને ખેડૂતો બે દિવસથી મોરબીના માર્કેટ યાર્ડમાં ઠાલવી રહ્યા છે. ખાસ કરીને હાલ ઘુંઉની મોટી સિઝન હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં ઘઉં ઠાલવી દેતા ઘઉંના ભાવ મુદ્દે વેપારીઓ અને ખેડૂતોની એકબીજાથી વિપરીત પ્રતિક્રિયા સામે આવી છે.

મોરબીનું માર્કેટ યાર્ડ હોળી ધુળેટીના અવસર પર બંધ રહ્યા બાદ ગઈકાલથી ફરી માર્કેટ યાર્ડ શરૂ થતાં બે દિવસથી ઘઉંની પુષ્કળ આવક થઈ રહી છે. પણ ઘઉંના ભાવ મુદ્દે ભારે વિસંગતતા જોવા મળે છે. વેપારીનું કહેવું છે કે, માર્કેટ યાર્ડમાં ઢગલા મોઢે ઘઉંની આવક થતા મોટા પ્રમાણમાં ઢગલે ઢીંગણાની જેમ ઢગલા મોઢે ઘઉંના ઉંચા ઉંચા સોદા થઈ રહ્યા છે અને આ પાકની બે દિવસથી ભારે હરરાજી કરવામાં આવે છે. વેપારીઓ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે ખેડૂતો માટે ઘઉંના સારા ભાવ છે. 450થી 650 જેટલો ઘઉંનો ઉંચો ભાવ હોય આ ભાવ ટેકાના ભાવ કરતા પણ સારા ભાવ એટલે ગત વખત કરતા 50 રૂપિયા વધ્યા હોય અને આવક સારી હોવાનો દાવો કર્યો છે. જ્યારે ખેડૂતોએ ઊંડો નિસાસો નાખતા કહ્યું કે, આ વખતે ઘઉંના ભાવ જરાય યોગ્ય નથી. ભાવમાં કાઈ લેવાનું નથી. વેપારીઓના સારા ભાવના દાવા ખોટા છે. ગયા વર્ષે રૂ. 550 ના ભાવે ઘઉંના સારા સોદા કર્યા હતા. પણ આ વખતે ઘઉંના ભાવ એટલી હદે નીચે ગગડી ગયા છે કે, આજે ખોટ ખાઈને રૂ.475ના ભાવે ઘઉં વેચવા મજબૂર થવું પડ્યું છે. એટલે મજૂરોને મહેનતાણું તેમજ ખાતર, બિયારણ સહિતના ખર્ચને પહોંચી વળવા માટે કમસેકમ 600 રૂપિયા ભાવ હોવા જ જોઈએ. તો ખેડૂતો રાહત રૂપી ફાયદો થાય એમ છે. એટલે વેપારીઓ પોતાના નફા નુકસાનને જોઈને ખોટા આંકડા બતાવે છે. બાકી તો ખેડૂતોને ખૂબ ઓછા ભાવ મળતા ભારે કચવાટ ફેલાયો હતો. તેમજ આખા વર્ષના પરિવાર માટે ખરીદી કરવા આવેલા અનેક લોકોએ કહ્યું હતું કે, ભાવ તો ખેડૂતો પરવડતા હોય જોઈએ સામે પક્ષે લોકોને પણ ભાવ પોસાય એવા હોવા જોઈએ, જો ભાવ યોગ્ય અને સારી ક્વોલિટી વાળા ઘઉંની ખરીદી થાય છે.

આ વખતે વિધે 700થી800નો ખર્ચ થયો સામે ભાવ 550 મળ્યા આમાં ઘઉંનું કેમ વાવેતર કેમ પોસાય

ઘઉ નો પોષણ ક્ષમ ભાવ મળવાની આશાએ વાવેતર કર્યું હતું વાવેતર માટે લીધેલા ઘઉં , રાસાયણિક દવા પિયત માટે પાણી, મજૂરી સહિતના ખર્ચ બાદ ત્રણ મહિને ઘઉ તૈયાર થયા ઘઉ કાઢવા લગાવેલ મશીનનો ખર્ચ થયો હતો આં તમામ ખર્ચ ગણતા 700થી800 સુધીનો ખર્ચ થયો હતો જોકે આટલો ખર્ચ કર્યા બાદ મણ દીઠ માત્ર 525થી 550 ભાવ મળ્યા આમાં કુલ ખર્ચ કરવા છતાં પૂરતો ભાવ ન મળ્યો જેના કારણે એમને કરેલા ખર્ચ પણ માંથે પડ્યો હતો. તેમ જીગ્નેશભાઈ સોડગામાં નામના ખેડૂતે જણાવ્યું હતું

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
42,307FollowersFollow
1,360SubscribersSubscribe

TRENDING NOW