મોરબી વાંકાનેર નેશનલ હાઇવે નજીક જાંબુડીયા ગામની સીમમાં આવેલા સરોવર પોર્ટીકો હોટેલના પાછળના ભાગે સીટ કવર બનાવતી વિનાયક કોઓપરેશન નામની ફેકટરીમાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્લાસ્ટિકના કારણે આગે ઝડપથી પ્રસરી જતા આગ બેકાબુ બની ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગનું કારણ સામે આવ્યું ન હતું પ્રાથમિક તપાસ મુજબ શોક સર્કીટ થવાના કારણે આગ ફાટી નીકળી હોવાનું તારણ લગાવાઈ રહ્યું છે.