ઉનાળાની શરુઆતથી લીંબુના ભાવે જ ગરમી પકડી,
ઘરે ,ઓફિસ, શો રમ, મોલ, ઉધોગ, દુકાનો સહિત સર્વત્ર લીંબુ સરબતની મોટી ડિમાન્ડ નીકળતા લીંબુ બન્યું સોનુ
મોરબીમાં ધીમે ધીમે ઉનાળો તેનો અસલી મિજાજ બાદ હવે ઋતુચક્ર બદલાતા આગ ઝરતી ગરમી સવારથી સાંજ સુધી હાહાકાર મચાવે છે. છેલ્લા એક અઠવાડિયાથી ઉનાળો શરૂ થઈ ગયો હોય એમ સૂર્યજદાદા સવારના 10 વાગ્યાની સાથે જ સાંજ સુધી કોપાયમાન બની જતા હોય હવે મોરબીમાં ઉનાળાની ઋતુ મુજબ ગરમ લુથી બચવા માટે દરેક વ્યક્તિને લીંબુની જરૂર પડતા હવે પરિસ્થિતિ એ હદે આવીને ઉભી રહી છે કે, લીંબુના ભાવ આસમાને આંબી રહ્યા હોવાથી કોઈપણ જગ્યાએ લીંબુ સરબત કે લિબુ સોડા પીવી લકઝરી સુવિધાની કેટેગરીમાં આવી ગઈ છે.
મોરબીના શાકમાર્કેટમાં લીંબુનો હોલસેલ તેમજ છૂટક વેપાર કરતા નાના મોટા વેપારીઓ લીંબુની ખરીદી કરવા આવેલા ગ્રાહકોના એટલા ઉંચકાયા કે સાંભળીને હ્ર્દય અંદર ધરબાયેલો કચવાટ સામેની કોઈપણ વ્યક્તિ હોય એના ચહેરા અને મુખ પર બહાર નીકળે છે અને લિબુના અત્યારે આજના શાક માર્કેટમાં હોલસેલમાં ચાલતા ભાવ મુજબ 150થી 200 રૂપિયા સુધીના છે. એક અઠવાડિયા પહેલા કિલોના 50 કે 60 રૂપિયા માત્ર હતા અને લીંબુની એટલી મોટી ડિમાન્ડ નીકળી કે લીંબુના ભાવ સોના જેવા થઈ ગયા અને એટલે સામાન્ય વર્ગ માટે તો લીંબુ ખરીદવું મુશ્કેલ બન્યું છે. લીંબુના ભાવ ઉચાકાતા ખરીદી ઘટી
મોરબી શાક માર્કેટમાં લીંબુ સહિતની શાકભાજીના હોલસેલ વેપારી નકુલભાઈ સુરેશભાઈએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયામાં જ આખું ચિત્ર પલટાય ગયું છે. અઠવાડિયામાં પહેલા લીંબુ સાવ સસ્તામાં મળતા અને થોડા જ દિવસમાં લીંબુ દુર્લભ બની ગયા છે. આવકમાં પણ તકલીફ અને જાવકમાં પણ તકલીફ છે. એટલે લીંબુની ખરીદીમાં પણ અડધો-અડધ કાપ મુકાય ગયો છે. જેથી હોલસેલના વેપારીઓ પણ મુશ્કેલી પડી રહી છે. લીંબુના હાલ 120, 150 અને 200ની આસપાસ છે. લીંબુ સોડા અને સરબતના ભાવ યથાવત
શહેરમાં ઠેર-ઠેર લીંબુ સરબત અને સોડાની દુકાનો અને રેકડીઓ આવેલી હોય તેમાં આ લોકોને લીંબુના ભાવ વધતા મોટી ખોટ પડી રહી છે. લીંબુ સોડા અને લિબુ સરબતની દુકાન ધરાવતા જાહિદભાઈએ કહ્યું હતું કે,લીંબુના ભાવ એક અઠવાડિયાથી વધી ગયા હોય પણ દુકાન બંધ રાખી નથી અને મોંઘા ભાવે જ લીંબુ ખરીદીને સોડા અને સરબત વેચે છે. લીંબુના ભાવ 200 જેટલા હોવા છતાં લીંબુ સોડા કે લીંબુ સરબતના ભાવ વધાર્યા જ નથી. આ ગરમીમાં ખોટ ખાઈને ધંધો કરીને લોકોની દુવા મેળવીએ છીએ.ગરમીના કારણે માંગ ઉછાળો થયો સપ્લાય ઓછી થવાથી ભાવ ઉચકાયા
200ના ભાવે જ લીંબુ વેંચતા મોટાભાગના હોલસેલ વેપારી યુવરાજ સુરેલાએ જણાવ્યું હતું કે, મોટાભાગના વેપારીઓ 200 રૂપિયે કિલો લીંબુ વેચે છે. લીંબુ ભાવ હજુ પણ ખૂબ ઉંચા હોય ત્યારે ગ્રાહકો ઘટી ગયા છે. લીંબુ સરબતની દરેક જગ્યાએ માંગ હોય એકાએક ઉનાળો શરૂ થતાં લીંબુની ડિમાન્ડ વધવાની સાથે સંગ્રહખોરોનો પણ ત્રાસ વધ્યો છે. જેથી લીંબુની જે શોટેજ સર્જાઈ છે. એમા નાના માણસોને ભારે હેરાન થવું પડે છે.