વાંકાનેર રાજકોટ હાઇવે પર આવેલી બાઉન્ડ્રી પાસે વિજય હોટલ નજીક એક આઈસર વાહનમાં મોટા પાયે વિદેશી દારૂ છૂપાવેલું હોવાની મોરબી એલસીબી ની ટીમને બાથમી મળી હતી. આ બાતમીના આધારે પીઆઇ એમપી પંડ્યા પી.એસ.આઇ કે એ પહોંચ્યા એસ.આઇ પટેલ અને સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થળ પરથી જી જે 15 એ એક્સ 194 નંબરની આઇસર ને રોકાવી તેની તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ₹2,604 વિદેશી દારૂની બોટલ અને 4560 બીયર ટીન મળી કુલ ૧૪ લાખનો દારૂ બિયર નો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ એલસીબીએ આઈઝર ચાલક સુભાષ સીંગ કેદાર સીંગ ની અટકાયત કરી હતી અને તેની પાસેથી દારૂ બિયરનો 14 લાખનો જથ્થો ઉપરાંત આઈસર વાહન,મોબાઇલ અને રોકડ 6500મળી કુલ 24,02,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કર્યો હતો.ઝડપાયેલ મુદ્દામાલ દીવના હેમંત પટેલ નામના શખ્સે મોકલ્યો હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે અને આં દારૂની ખેપ રાજકોટ તરફ જતી હોય જેથી રાજકોટના કોઈ નામચીન બુટલેગરનો આં દારૂ હોવાની આશંકા સેવાઈ રહી છે. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.