ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 જાહેર કરવામાં આવેલી છે. જે પૈકી ગુજરાત રાજ્યમાં તારીખ 7 મેનાં રોજ મતદાન થનાર છે. જે અન્વયે મોરબી જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા કરાવવાની કાર્યવાહી પૂર્ણતાના આરે છે. મોરબી જિલ્લામાં 31 માર્ચ સુધીમાં 1129 હથિયારો જમા કરવામાં આવ્યા છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મતદાન મુકત, ન્યાયી અને શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, કાયદો અને વ્યવવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટઅને જિલ્લા ચુંટણી અધિકારી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી સમગ્ર મોરબી જિલ્લાના આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્વિત અપવાદ સિવાયના) માટે હુકમ કરવામાં આવ્યો હતો. જે અન્વયે જિલ્લામાં 1221 પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી 1129 હથિયારો જમા લેવામાં આવ્યા છે. એટલે કે હથિયાર જમા લેવાની 92 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને બાકીના હથિયારો જમા લેવાની તજવીજ ચાલતી હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું