મોરબી શહેરમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને મૂળ એમ પીનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરીને લઇ ગયા હોવાની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.આં ઘટનાની તપાસ કરતા આરોપી મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહિપત પુરામાં હોવાની બાતમી મળી હતી આં દરમિયાન ટંકારા તાલુકા પોલીસની ટીમ પણ એમ પી તપાસમાં હોવાથી ટંકારા પોલીસને કેસ અંગે માહિતી આપતા પોલીસ સ્થળ પર પહોંચી આરોપી લખન ગોરધનભાઇ પવાર ઉ.24 નામના શખ્સને ઉજ્જૈન જિલ્લાના જુટાવડ ગામે તેના રહેણાંક મકાનેથી ઝડપી લીધો હતો અનેંબી ડિવિઝન પોલીસને સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી