મોરબી જિલ્લામાં હાલ ઉનાળુ પાકનું વાવેતર થઇ રહ્યું છે મોટા ભાગના તાલુકામાં વાવણી પૂર્ણતાને આરે છે હવે માત્ર એક સપ્તાહ જેટલો સમય વાવેતર થાય તેવી શક્યતા છે આ વર્ષે મોરબી જિલ્લામાં કુલ 19 805 હેકટરમાં વાવેતર થયું છે ગત વર્ષે 30 માર્ચ સુધીમાં 24 200 હેક્ટર વાવેતર પૂર્ણ થઇ ગયું હતું કુલ વાવેતરની દ્રષ્ટીએ જોઈએ તો ગત વર્ષ કરતા 43 95 હેક્ટર વાવેતર ઓછું છે જોકે હજુ વાવેતર માટે એક સપ્તાહ જેટલો સમય બાકી હોય જેથી આ વાવેતર આંકડો વધે તેવી શક્યતા છે જોકે સૌથી અગત્યની વાત એ છે કે છેલ્લા બે વર્ષોથી ખેડૂતો મગફળી પાકના બદલે તલ પાકના વાવેતર તરફ વળ્યા છે આ વર્ષે મોરબી જિલ્લામાં 375 હેક્ટરમાં જ મગફળી વાવેતર થયું છે જે ગત વર્ષ કરતા પણ ઓછું છે ગત વર્ષે 500 હેક્ટર વિસ્તારમાં મગફળી વાવેતર થયું હતું આવી સ્થિતિ બાજરી પાક માં છે મોરબી જીલ્લામા ગત વર્ષે 2500 હેક્ટરમાં બાજરીનું વાવેતર હતું આ વર્ષે તેમાં મોટા પાયે ઘટાડો આવ્યો છે આ વર્ષે માત્ર 812 હેક્ટર વાવેતર છે આ બન્ને પાક સામે મોરબી જિલ્લામાં તલનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે મોરબી જિલ્લા માં આ વર્ષે 13980 હેક્ટરમાં વાવેતર થયું છે
મોરબી જીલ્લામાં ઉનાળુ પાક વાવેતર પૂર્ણતાને આરે છે જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર પૂર્ણ કરી દીધું છે મોરબી જિલ્લામાં છેલ્લા બે ત્રણ વર્ષ થી ઉનાળુ પાક વાવેતરની પેટર્નમાં બદલવા આવ્યો છે મોરબી જિલ્લામાં અગાઉ ઉનાળુ મગફળીનું વાવેતર વધુ જોવા મળતું હતું પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડુતો તલનું વાવેતર વધુ કરી રહ્યા છે અને તેનું કારણ છેલ્લા બે ત્રણ વર્ષમાં ચોમાસાની શરુઆત અનિયમિત થતા મગફળી પાકમાં નુકશાન થવાની શક્યતા વધી હતી પરિણામે ખેડૂતો ઉનાળુ પાક તરીકે ઓછ સમય અને ઓછા ખર્ચમાં તૈયાર થતા પાકના વાવેતર તરફ વળ્યા છે છેલ્લા બે ત્રણ વર્ષથી ઉનાળુ વાવેતરમાં મગફળી નું ઉત્પાદન નહિવત જોવા મળ્યું છે જેની સામે તલના વાવેતરમાં વધારો થયો છે ઓછા પાણી અને ઓછા ખર્ચ માં તૈયાર થતા આ પાકને અનુકુળ વાતવરણ પણ આ વર્ષે બન્યું છે આ વર્ષે મોરબી જિલ્લામાં માત્ર 375 હેક્ટરમાં જ મગફળી વાવેતર થયું છે જે ગત વર્ષ કરતા પણ ઓછું છે ગત વર્ષે 500 હેક્ટર વિસ્તારમાં મગફળી વાવેતર થયું હતું આવી સ્થિતિ બાજરી પાક માં છે મોરબી જીલ્લામા ગત વર્ષે 2500 હેક્ટરમાં બાજરીનું વાવેતર હતું આ વર્ષે તેમાં મોટા પાયે ઘટાડો આવ્યો છે આ વર્ષે માત્ર 812 હેક્ટર વાવેતર છે આ બન્ને પાક સામે મોરબી જિલ્લામાં તલનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે મોરબી જિલ્લા માં આ વર્ષે 13980 હેક્ટરમાં વાવેતર થયું છે ગયા વર્ષે 13 200 હેક્ટર જ વાવેતર હતું ગત વર્ષ કરતા 780 હેક્ટરમાં તલનું વાવેતર વધ્યું છે. આ સિવાય અન્ય પાકની વાત કરીએ 65 હેક્ટરમાં મગ 400 હેક્ટરમાં શાકભાજી અને 39 75 હેક્ટર માં ઘાસ ચારો તેમજ 138 હેક્ટરમાં ગુવારગમનું વાવેતર થયું છે. મોરબી જિલ્લાનું આ વર્ષે 30 માર્ચ સુધીમાં 19 805 હેક્ટરમાં વાવેતર થયું છે
મોરબી જીલ્લામાં તલ નું પાક વાવેતર વધવાનું સૌથી મોટું કારણ મગફળી પાકની સરખામણીમાં તલ પાકમાં ઓછો ખર્ચ થતો હોય ખાસ કરીને મગફળી પાકના જતન માટે અલગ અલગ રાસાયણિક દવાની જરૂર વધુ રહેતી હોય આ ઉપરાંત પાણી પણ વધુ પ્રમાણમાં જોઈતું હોય છે મોરબી જીલ્લામાં કેટલાક વર્ષોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંડું ગયા હોય પરિણામે પુરતું પાણી ન મળતા તેમજ ચોમાસું પણ અનિયમિત રહેતા પિયતમાં મુશ્કેલી થતા હોવાથી ઓઅછા ખર્ચે થનારા તલ પર વધુ વિશ્વાસ મૂકી રહ્યા છે

