વાંકાનેર તાલુકાના માટેલ ગામની સરકડીયા સીમમાં આવેલા એડિકોન પેપરમિલ પાસેની ખરાબા ની જગ્યામાં ઓરડી બનાવી એક મહિલા ગેર કાયદેસર પ્રતિ બંધિત ગાંજાનું વેચાણ કરતી હોવાની મોરબી SOG ની ટીમને બાતમી મળી હતી અને તેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને વસંનબેન કરમશિભાઈ સારલા નામની મહિલા ને રું.15,640ની કિંમતના 1.5 કિલો ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધી હતી અને તેના વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.