મરબી શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા વીસી ફાટક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે અન્ડર પાસ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
દિન પ્રતિદિન વિસ્તરી રહેલા મોરબી શહેરમાં રોડ રસ્તા સફાઈની સાથે સૌથી વધુ માથાના દુખાવા સમાન કોઈ સમસ્યા હોય તો તે ટ્રાફિક જામની સમસ્યા છે સાંકળા રોડ અને તેના પર દબાણ આ ઉપરાંત શહેરની વચ્ચેથી નીકળતી રેલ્વે લાઈન આ તમામ કારણોસર મોરબીમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે તેમાં પણ વીસી ફાટક વિસ્તારતો 24 કલાક ટ્રાફિક જામની સમસ્યા છે . અન્ડર પાસ બ્રીજ બને તો સમસ્યા હળવી બની સકે છે ફાટકથી આવન જાવન બંને માટે અન્ડર પાસ બ્રીજ ઉપયોગી થશે સામાકાંઠે નટરાજ ફાટકે ઓવરબ્રિજ કામગીરી ચાલે છે જોકે વીસી ફાટક પાસે જગ્યા ટૂંકી છે અને વાહનોની અવરજવર વધુ રહે છે જેથી અન્ડર પાસ બ્રીજ બનાવવાથી સમસ્યાનો ઉકેલ લાવી સકાય છે તેવીલેખિત રજૂઆત સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ.સીએમ ને પત્ર લખીને કરી છે