Saturday, January 25, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં આજે CET અને જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ૨૩૮૩૮ છાત્રો જોડાશે

મોરબી જિલ્લામાં આજે CET અને જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ૨૩૮૩૮ છાત્રો જોડાશે

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા છાત્રોમાંથી તેજસ્વી છાત્રોને વધુ સારું શિક્ષણ મળે અને પ્રગતિના શિખર સર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ બે યોજના ગત વર્ષથી શરુ કરવામાં આવી છે જે અંતર્ગત રાજ્યની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ધોરણ 5 બાદ ઉચ્ચ અભ્યાસ અનુકુળ વાતાવરણ મળી શકે તે માટે સરકાર દ્વારા વર્ષ નક્કી કરાયેલ ધારા ધોરણમાં બંધ બેસતી ખાનગી સ્કૂલને મુખ્યમંત્રી રેસીડન્સી સ્કુલ,મોડેલ સ્કુલ તેમજ રક્ષા શક્તિ સ્કુલમાં નક્કી કરેલી સંખ્યા માટે આગળના અભ્યાસ માટે કોમન એન્ટ્રેસ ટેસ્ટ ;લેવામાં આવી રહી છે આ ઉપરાંત આ વખતે પણ મોરબી જિલ્લામાંથી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના આ શાળામાં પ્રવેશ માટે ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તા 30 માર્ચના રોજ શનિવારે સવારે 10 :30 થી 1 :00 વાગ્યા સુધીમોરબી જિલ્લાના 43 પરીક્ષા કેન્દ્રમાં 477 બ્લોક પર 139 11 છાત્રો કોમન એન્ટ્રેસ ટેસ્ટ માટે પરીક્ષા આપશે તો બપોર બાદ મુખ્ય મંત્રી ગણના સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે બપોર બાદ 3 થી 5:30 દરમિયાન 31 કેન્દ્રના 346 બ્લોકમાં 99 27 છાત્રો પરીક્ષા આપશે

છાત્રોને પરીક્ષા દરમિયાન કોઈ ખલેલ ન પડે તે માટે પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.

આ જાહેરનામા અનુસાર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-૨૦૨૪ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૨૦૦ મીટર (બસો મીટર) ના વિસ્તારમાં તા. ૩૦/૦૩/૨૦૨૪ ના રોજ પરીક્ષામાં ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઇલેકટ્રોનીકસ ઉપકરણો લઇ જવા નહી તેમજ નિર્દિષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવું નહીં તેવો હુકમ ફરમાવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW