મોરબીના એક વિસ્તારમા રહેતી સગીરાને ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરભાઈ પંડ્યા દ્રારા પ્રેમ જાળમાં ફસાવી હતી. અને લગ્નની લાલચ આપી ભગાડી લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની. તેમજ બીપિન પ્રવીણભાઈ રત્નોતર દ્વારા ભોગ બનનાર સગીર વયની હોવા છતાં તેના માટે રહેવાની અલગ થી રૂમની વ્યવસ્થા કરી ગુનામાં મદદગારી કરી હોવા અંગે એ ડિવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધાઇ હતી જે. બાદ પોલીસે આરોપીને જેલ હવાલે કર્યા હતા કેસની ચાર્જ સીટ ફાઈલ થયા બાદ મોરબીની સેશન્સ કોર્ટ અને એડિશનલ સેશન્સ જજ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી.સરકારી વકીલ નીરજ કારીયા દ્વારા દલીલ કરી તેમજ કેસના લાગતા 16 મૌખિક પુરાવા અને 25દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા બન્ને પક્ષની દલીલો અને પુરાવા આધારે પોલીસે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરલાલ ને ગુનેગાર ઠેરવ્યો હતો અને 12 વર્ષની કેદ ફટકારી હતી. અને 20હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તો બીજા આરોપી બિપીન રત્નો તરને શંકાનો લાભ આપી નિર્દોષ ઠેરવવામાં આવ્યો હતો