મોરબીની જાણીતી રિયલ ક્રિકેટ એકેડેમીમાં અવાર નવાર અલગ અલગ સમયે પ્રતિષ્ઠિત ક્રિકેટ ખેલાડી પ્રેક્ટિસ માટે આવતા હોય છે સાથે સાથે અને એકેડમીમાં પ્રેક્ટિસ કરતા બાળકોને માર્ગદર્શન આપતા હોય છે ત્યારે આગામી1 અને 2 એપ્રિલ ના રોજ વધુ એક સ્ટેટ ખેલાડી રિયલ એકેડમીમાં પ્રેક્ટિસ માટે આવશે વુમન પ્રીમિયર લીગ 2024ની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેંજર બેંગલોર ની ખેલાડી આશા શોભના જોય બે રિયલ એકેડમીના ગ્રાઉન્ડ પર દિવસ પ્રેક્ટિસ કરશે સાથે સાથે એકેડમીના સ્ટુડન્ટને માર્ગદર્શન આપી તેની ક્રિકેટ પ્રેક્ટિસ વધુ ધારદાર બનાવશે.મોરબીના ક્રિકેટ પ્રેમી યુવાનો અને ખેલાડીઓ બે દિવસ તેના ક્રિકેટ અનુભવ નો લાભ લેવા રિયલ ક્રિકેટ એકેડમી મેનેજમેન્ટ દ્વારા લાભ લેવા જણાવાયું છે.
32 વર્ષીય આશા શોભના જોય ઓલ રાઉન્ડર ખેલાડી છે અને વુમન પ્રીમિયર લીગમાં આરસીબી ટીમની સદસ્ય છે. આ ટીમ આં વર્ષની ચેમ્પયન રહી હતી .WPL માં એક મેચમાં 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય મહિલા ખિલાડી પણ બની છે. 14 વર્ષની ઉમરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યું કરનાર શોભના પુંદુચેરી ક્રિકેટ ટીમની કેપ્ટન રહી ચૂકી છે .