મોરબીના બી ડીવીઝન પોલીસ મથકમાં નોધાયેલા એન ડી પી એસ એક્ટ હેઠળના ગુનામાં મૂળ રાજસ્થાનના સંચોર જીલ્લાનો વતની પ્રવીણ ઉર્ફે દિનેશ ભેરારામ પાબુજી ખીલેરી નામનો શખ્સ છેલ્લા 7 મહિનાથી નાસતો ફરતો હોય અને જિલ્લા પોલીસ તેને પકડી પાડવા અલગ અલગ દિશામાં તપાસ ચલાવતી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી થોડા સમય ફરાર રહ્યા બાદ હાલ તેના સાંચોર જિલ્લાના શરણાઉ ગામમાં આવેલા તેના ઘરે રહેતા હોવાની બાતમી મળી હતી આ બાતમી આધારે મોરબી એલસીબી ની ટીમ રાજસ્થાન પહોચી હતી. અને આરોપી પ્રવીણ ઉર્ફે દિનેશને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે