HomeGujaratસાસરિયાના ત્રાસથી મચ્છુ 3 ડેમમાં આપઘાત કરવા પહોચેલી મહિલાને 181ની ટીમે બચાવી

સાસરિયાના ત્રાસથી મચ્છુ 3 ડેમમાં આપઘાત કરવા પહોચેલી મહિલાને 181ની ટીમે બચાવી

ગત તા ૨૬ ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં કોલ આવ્યો હતો કે એક અજાણી મહિલા મોરબી મચ્છુ ડેમ -૩ પર આપઘાત કરવા જઈ રહી છે મહિલા કોઈનું પણ કાંઈ માનતા નથી અને આમતેમ દોડાદોડી કરે છે તેમજ મહિલા કાંઈ પણ બોલતા નથી અને ખૂબ જ રડે છે તેમજ ખૂબ જ ગભરાયેલી હાલતમાં છે મહિલા મચ્છુ ડેમ -૩ પર આપઘાત કરવા જઈ રહ્યા છે ત્યાંના લોકોએ ખૂબ પુછપરછ કરી પરંતુ મહિલા કાંઈ પણ બોલતા નથી અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની જરૂર છે.

જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલા ને ત્યાંના લોકોએ મચ્છુ ડેમ પર જ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપી તેમજ ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

ત્યારબાદ મહિલાનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે મહિલા તેના પતિ, સાસુ, સસરા,દિયર, નણંદ અને તેમના ચાર બાળકો સહિતના પરિવાર સાથે રહે છે તેના પતિએ મહિલા પાસે શાકભાજી તેમજ કરિયાણું લેવા માટે પૈસા માગ્યા તો મહિલા પાસે પૈસા ન હતા તેથી પૈસા આપવાની ના પાડતાં તેમના પતિ બેન સાથે મારઝુડ કરતા હતા તેમજ અપશબ્દો બોલતા હતા અને અયોગ્ય વર્તન કરતા હતા તેમજ ઘરના બધા જ સભ્યો મહિલાને નાની -નાની વાતે માનસિક રીતે ત્રાસ આપતા હતા માટે મહિલા આવા અનેક પ્રકારના પ્રશ્ર્થી કંટાળીને તેમના ચાર બાળકોને ઘરે મુકીને કોઈ ને પણ જાણબહાર ચાલતા ચાલતા મચ્છુ ડેમ -૩ પર આપઘાત કરવા પહોંચી હતી મહિલા અનેક પ્રશ્ર્નોથી મુકાયેલી હતી ત્યારબાદ ૧૮૧ ટીમે મહિલા ને આશ્વાસન આપેલ તેમજ આવી રીતના ક્યારેય પણ ઘરેથી આપઘાત કરવા ન નીકળી જવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી હતી બાદમાં સાસરિયાના નામ સરનામું પુછેલ અને તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા પતિ સાથે વાતચીત કરેલ અને તેમના ઘરે ગયેલા બાદમાં મહિલાએ જણાવ્યું કે સહ પરિવાર ખેતી કામ કરે છે અને વાડી -વિસ્તારમા રહે છે મહિલા ના સાસરી પક્ષે જણાવેલ કે આજથી એક મહિના પહેલાં આવી રીતના ઘરની બહાર નીકળી ગયાં હતાં બાદમાં સાસરી પક્ષનું કાઉન્સિલીગ કરતા જાણવા મળ્યું કે મહિલા બાળકો સાથે મારઝુડ કરે છે અને નાની -નાની વાતે જીદ કરીને ઝઘડા કરે છે.તેથી વારંવાર ઘર છોડીને નીકળી જાય છે.૧૮૧ ટીમે સાસરી પક્ષને જણાવેલ કે મહિલા સાથે મારઝુડ કરવી અને અપશબ્દો બોલવા એ કાયદાકીય રીતે ગુનો છે.

ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપેલ તેમજ મહિલા સાથે મારઝુડ ન કરવા અને અપશબ્દો ન બોલવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી તેમજ મહિલાનું ધ્યાન રાખવા જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW