રાજ્ય સરકાર દ્વારા મોરબીને મહાનગર પાલિકા બનાવવા અંગે જાહેરાત તો કરી પરંતુ નોટીફીકેશન જાહેરાત થાય તે પહેલા લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં મોટી નગરપાલિકાઓ પૈકીની એક એવી એ ગ્રેડ ની પાલિકાનુ વર્ષ 2024 25નું વાર્ષિક બજેટ તૈયાર કરવામાં આવ્યું છે પાલિકા દ્વારા સતત બીજા વર્ષે કોઈ પણ મોટી જાહેરાત કે નવા કામની જાહેરાત વિનાનું રૂ 4 લાખની પુરાંત સાથેનું રૂ 186.42 કરોડનું વાર્ષિક બજેટ તૈયાર કર્યું હતું. જેને વહીવટદાર શિવરાજ ખાચર દ્વારા મંજુરીની મહોર મારી દેવાઈ છે પાલિકા સુપર સીડ થયા બાદ આ પ્રથમ બજેટ વહીવટદાર દ્વારા મંજુર કરવામાં આવે છે.ગત વર્ષે પાલિકા સુપર સીડ થઇ ન હતી જેથી ચૂંટાયેલ પાંખ દ્વારા બહુમતીથી રૂ 150 કરોડની આવક ખર્ચ રજુ કરતું બજેટ મંજુર રજુ કરાયું હતું. આ વખતના બજેટમાં ગત વર્ષ કરતા રૂ 36 કરોડ જેટલી રકમનો વધારો કરાયો છે જોકે આ વખતે પણ પાલિકા દ્વારા એક પણ મોટા કામના ખર્ચને બજેટમાં સમાવેશ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે, છેલ્લા બે વર્ષથી આવા બિન જરૂરી જાહેરાત બંધ કરી દેવામાં આવી છે માત્ર રેગ્યુલર ખર્ચ જ બજેટમાં મુકવામાં આવ્યા છે હવે પાલિકા દ્વારા સીધા સરળ બજેટને મંજુર કરી દીધું છે ત્યારે આ બજેટ મુજબ ખર્ચ થશે તેવી લોકો આશા સેવી રહ્યા છે.
પાલિકામાં આ વખતે આવકની સ્થિતિ જોઈએ તો 17. 37 કરોડ પાલિકા દ્વારા મ્યુનીસીપલ રેઈટસ એન્ડ ટેક્સનો અંદાજ લગાવ્યો છે આ ઉપરાંત સ્થાવર મિલક્તમાંથી 8.83 કરોડ,18.75 કરોડની પરચૂરણ આવક,રૂ 138.67 કરોડની આવક રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ માંથી મળશે તેવું આંકલન કરવામાં આવ્યું છે તો 2.80 કરોડ અસાધારણ મળી કુલ રુ.186.42 કરોડની આવકનો અંદાજ લગાવ્યો છે
આ વર્ષે રજુ કરાયેલા બજેટમાં સંભવિત ખર્ચની સ્થિતિ જોઈએ તો વર્ષ દરમિયાન સામાન્ય વહીવટ માટે 1.31 કરોડ,કર વસુલાત માટે થતા ખર્ચની રકમ રૂ 50 લાખ ગણવામાં આવી છે,રૂ 91 લાખ કરના ચૂકવણા ગણાવાયા છે તો 1 કરોડ વળતર પેટે ચુકવણી ગણવામાં આવી છે,પ્રોવિડંડ ફંડ ગ્રેચ્યુટી ચુકવણી માટે રૂ 7.45 કરોડ, જાહેર સુરક્ષા અંતર્ગત ફાયર સ્ટેશનના ખર્ચ માટે રૂ 1.67 કરોડ,રોશની શાખા માટે 2.35 કરોડ,પાણી પુરવઠા વિભાગને ચૂકવાણા પેટે 8. 35 કરોડ,જાહેર સ્વચ્છતા અને સેનિટેશન માટે રૂ 10.45 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે આ ઉપરાંત મેલેરિયા શાખા ને 53 લાખની ફાળવણી કરાઈ છે શહેરના તમામ જાહેર બગીચાના રખ રખાવ માટે 97 લાખની જોગવાઈ કરવામાં આવ્યા છે જાહેર બાંધકામ માટે 12 કરોડની જોગવાઈ કરાઈ છે,ભૂગર્ભ ગટરની સફાઈ માટે 3 .90 કરોડની ફાળવણી કરવામાં આવી છે પાલિકા હસ્તકની બે લાયબ્રેરીના રખ રખાવ માટે 6 લાખ ,પાલિકા હસ્તકના બાલ મંદિર માટે 13 લાખ, પરચૂરણ ખર્ચ માટે 6 કરોડ ફાળવણી કરાઈ છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવનાર અલગ અલગ ગ્રાન્ટના રૂ 125 .56 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત રૂ 3.19 કરોડના અસાધારણ ખર્ચ માટે મુકવામાં આવ્યા છે.